Kutch Kanoon And Crime
GujaratIndiaKutchMundraSpecial Story

અદાણી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનો જન્મદિન સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવાયો

(જન્મદિન પ્રસંગે મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવ્રુતીઓ સાથે જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી)

મુન્દ્રા અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત શાહના જન્મદિન પ્રસંગે ગરીબ વસાહતના 50 જરૂરતમંદ ગરીબ ભુલકાઓને શિક્ષણ અને પ્રાથમિક જ્ઞાન આપવાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુન્દ્રાની જન સેવા સંસ્થા દ્વારા 300ભુલકાઓને ભોજન નાસ્તો અને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી હતી. મુન્દ્રાના છેવાડાની ગરીબ વસાહતમાં સ્કૂલે ન જતાં ગરીબ બાળકોને સ્થળ પર જ શિક્ષણ અપાશે અને ગરીબ ભુલકાઓમાં પ્રાથમિક જ્ઞાન તેમજ શિક્ષણનો વ્યાપ વધે એ ઉદેશ્યથી રક્ષિત શાહની ઇચ્છા મુજબ જન સેવા અને અદાણી ગ્રૂપ દ્વારા આ શિક્ષણલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. રક્ષિત શાહે બુધવારે પોતાના જન્મદિન પ્રસંગે ગરીબ વસાહત પહોંચ્યા હતા અને ગરીબ ભુલકાઓને પાટી-પેન અને બાલપોથીનું વિતરણ કર્યું હતું અને જાતે નાના ભુલકાઓને શિક્ષણ માટે જણાવ્યું હતું. પ્રસંગે અદાણી ફાઉંડેશનના પંક્તિબેન શાહ, જાગ્રુતીબેન જોશી, મનહર ચાવડા, જયરામભાઈ રબારી, તેમજ અદાણી ગ્રૂપના દેવાંગ ગઢવી, જયદીપભાઈ શાહ અને રમેશભાઈ આયડી ઉપસ્થિત રહ્યા હતા. જન સેવા સંસ્થા વતી રાજ સંઘવી, પ્રતીક શાહ, દેવજી જોગી, જતીન જોગી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના 50 જરૂરતમંદ પરિવારોને જીવન જરૂરી વપરાશની રાશનકીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હાલની કડકડતી ઠંડીમાં ખુલ્લા ઝૂંપડામાં રહેતાં જરૂરતમંદ લોકોને ગરમ ધાબરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. લૉક ડાઉનની પરિસ્થિતિમાં જન સેવાને અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત શાહનો દિન દુખીયા લોકોની સેવા માટે નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. તેમજ હાલ જન સેવા દ્વારા સેવાકીય વાહન મીની ટેમ્પો અપાવવામાં અદાણી ગ્રુપનો સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે જન સેવા અને અદાણી ગ્રૂપ દ્વારા ગરીબ વસાહત ના ભુલકાઓ ને આત્મ નિર્ભર બનવા, શિક્ષણ તેમજ પ્રાથમિક જ્ઞાન આપવાના પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો.

અહેવાલ – સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી માજી સરપંચ જયવીરસિંહ લોનાવાલા ખાતેથી ઝડપાઇ ગયો..

Kutch Kanoon And Crime

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા…?

Kutch Kanoon And Crime

જીંદાલ કંપનીમાં કામ કરતા ઓડીસાના શખ્સે ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી લીધી

Kutch Kanoon And Crime

Leave a comment