Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratRapar

અમદાવાદ ખાતે રાપરની પલક સોનીએ ભાવી પતિ અને સાસરિયાઓના મારથી બચવા મોતની છલાંગ લગાવી દીધી…

કચ્છના રાપર ખાતે રહેતા સોની પરિવારની દીકરીના અમદાવાદ ખાતે સગપણ થયા બાદ વિસનગર અભ્યાસ કરતી પલક સોનીને ભાવિ સાસરિયાઓ વિસનગરથી અમદાવાદ નરોડા ખાતે પોતાના ઘરે તેડી ગયા બાદ બિલકુલ સામાન્ય બાબતે પોતાના પરિવારની ભાવિ પુત્રવધુ અને તેના ભાઈને સામાન્ય બાબતે માર મારી ત્રાસ આપવાનો પ્રયાસ કરાયા બાદ ભાવિ પુત્રવધુએ ભાવિ સાસરિયાઓના ત્રાસથી બચવા તેમની ચુંગાલમાંથી છટકી બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી દીધી હતી. ગત મહિને બનેલી આ હૃદય દ્રાવક અને નિષ્ઠુર ઘટના સંબંધે આખરે મરણ જનાર યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે અમદાવાદના નિષ્ઠુર સોની વેપારી પરિવાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના રાપર ખાતે રહેતા મુકેશ સોનીની દીકરી પલકના અમદાવાદ નરોડા ખાતે રહેતા અને મહાકાલી જ્વેલર્સ નામની પેઢી ધરાવતા સંજય લવજી સોનીના પુત્ર પાર્થ સાથે દોઢ વર્ષ અગાઉ સગપણ કરાયા હતા. દરમિયાન પ્રસંગોપાત અવારનવાર પલક પોતાના ભાવિ સાસરિયાઓને ત્યાં આવતી જતી હતી. પલકની માતા પારુબેન મુકેશભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે દીકરી પલક અને તેમનો પુત્ર દિવ્ય વિસનગર ખાતે અભ્યાસ કરતા હતા. આ બંને ભાઈ-બહેન એપ્રિલ મહિનામાં ઘરે આવ્યા બાદ 23’એપ્રિલના રોજ બને ભાઈ-બહેન અભ્યાસ શરૂ થઈ જતા વિસનગર ગયા હતા. આ બંને ભાઈ-બહેન વિસનગર ગયા બાદ પલકના ભાવી પતિ પાર્થ અને પલકના સસરા સંજયભાઈ સોની વિસનગર આવીને પલકને અમદાવાદ પોતાના ઘરે તેડી ગયા બાદ બારમાનું પરિણામ આવતા પલકનો ભાઈ દિવ્ય પોતાના ક્લાસમાં પ્રથમ નંબર ઉત્તીર્ણ થતાં તે બહેન પાસે બહેનને તેડવા અમદાવાદ ગયો હતો. આ દરમિયાન તારીખ 4’મે,ના રોજ દિવ્ય પાસે તેના બનેવી એટલે કે પલકના પતિ પાર્થએ પાર્ટીની માંગણી કરતા પાર્ટી આપવાનું નક્કી થયા બાદ પરિવારજનો સૌ સાથે મળી માણેક ચોકમાં જમવા ગયા હતા. દરમ્યાન જમ્યા પછી જમવાનું બિલ આપવા માટે દિવ્યએ પાકીટ કાઢવા જતા પાકીટ ઘરે રહી ગયાનું ધ્યાનમાં આવતા તેણે પોતાના બનેવી પાર્થ પાસેથી રૂપિયાની માંગણી કરતા અને ઘરે પહોંચી રૂપિયા આપી દેવાનું કહેતા બબાલ સર્જાઈ ગઈ હતી અને બાદમાં સૌ ઘરે પહોંચ્યા બાદ રૂપિયા 590 જેટલી મામૂલી રકમના બિલ મામલે વાત ઉગ્ર બની જતા પલકના પતિ પાર્થ અને તેનો ભાઈ દેવાંગ ઉપરાંત સસરા સંજયભાઈ અને સાસુ ભાવનાબેન વગેરે પલકને માર મારવા લાગતા અને દિવ્યને મારી નાખવાની ધમકી આપતા બંને ભાઈ બહેનોને ઘેરી લીધા હતા. આ દરમિયાન પલક તેમની ચુંગાલમાંથી છટકી સિધી બાલ્કનીમાં પહોંચી મોતની છલાંગ લગાવી દીધી હતી અને છેક સાતમા માળેથી પટકાયેલી પલકનું હૃદય દ્રાવક મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ખાસ કરીને સોની મહાજન સમાજમાં અરેરાટી સાથે ચકચાર મચાવી દીધી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભાડા વિસ્તારમાં નિયમો વિરુધ્ધ બાંધકામો સામે કાર્યવાહી કરાશે : ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની

Kutch Kanoon And Crime

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના સઘન પ્રયત્નોથી ગાંધીધામનો યુવાન નાજુક હાલતમાથી બહાર

Kutch Kanoon And Crime

ગઢસીસા નજીક થયેલ 80,351/- ની લૂંટના ચાર આરોપી ઝડપાય ગયા

Kutch Kanoon And Crime

Leave a comment