(ફોરેસ્ટ ટીમને જોઈ ભાગવા જતા બાઈક
સ્લીપ થઈ જતા આરોપી ગંભીર રીતે ઘાયલ થયો)
આજે છારીઢંઢ રક્ષિત વનવિસ્તારમાં એક યુવક યાયાવર તરીકે ઓળખાતા કુંજ પક્ષીનો શિકાર કરતા ફોરેસ્ટ ટીમની નજરે ચડ્યા પછી ફોરેસ્ટ ટીમે તેને પકડવા જતા બંદૂક. છરી અને કારતૂસ સાથે શિકાર કરવા નીકળેલો યુવક બાઈક લઈને નાસવા જતા બાઈક સ્લીપ થઈ જતા ઝડપાઈ ગયો હતો જેની સામે નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તેને સારવાર અર્થે ભુજ હોસ્પિટલમાં ખસેડાયો છે
આ યુવકના કબજામાંથી બંદૂક કારતુશ ઉપરાંત એક છરી કબજે કરવામાં આવી અને તેને શિકાર કરેલ યાયાવર કુંજ પક્ષીનો મૃતદેહ પણ કબજે કરાયો છે આ અંગેની વધુ તપાસ નિરોણા પોલીસે હાથ ધરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334