Kutch Kanoon And Crime
Breaking NewsCrimeIndiaSpecial Story

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

(આરોપી મયુરની ફાઇલ તસ્વીર)

(કચ્છી ભાનુશાલી સમાજ માં ચકચાર મચાવતી ઘટના)

થોડા દિવસ અગાઉ ભુજ ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં અવૈધ સંબંધ મામલે પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાનો જેની સામે ગુનો નોંધાયો છે એવા મૂળ માંડવી તાલુકાના શિરવા ગામના મુંબઈના પરા સમાન ડોમ્બીવલી ખાતે ભાનુશાલી યુવક સામે હવે પોતાની કથીત પ્રેમિકાના પતિને માર માર્યાનો ગુનો નોંધાતા આ ઘટનાએ કચ્છી ભાનુશાળી સમાજમાં ચકચાર મચાવી દીધી છે. ગઈ કાલ રવિવાર તારીખ 6’ઠ્ઠી ડીસેમ્બરના સાંજના લગભગ પાંચ વાગ્યાના અરસામાં બનેલી અને ડોમ્બીવલી ઇસ્ટના રામનગર પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદની વિગત એવા પ્રકારની છે કે મૂળ ડોણ ગામના સચિન મહેશભાઈ મંગે નામનો યુવાન પત્ની સાથે ન બનતું હોવાથી ડોમ્બીવલી ખાતે પોતાની માતા સાથે રહે છે સચિને આ અંગે રામનગર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે રવિવારે સાંજે 5 : 30ના અરસામાં પોતાની અલગ રહેતી પત્ની પાસે ગયો હતો અને તેણે એલ.આઇ.સી. પોલિસીની બેડરૂમમાં રાખેલી ફાઈલ માંગતા તેની પત્નીએ કોઈ જ પ્રત્યાઘાત ન આપતાં ફરીથી તેને પોતાની પત્નીને એલ.આઇ.સી ફાઈલ આપી દેવા ભારપૂર્વક કહેતા બંને વચ્ચે બોલાચાલી થતાં બેડરૂમમાંથી એલ.આઇ.સી ફાઈલના બદલે શિરવાનો મયુર જમનાદાસ ગજરા નામનો યુવક બહાર આવીને સચિન કંઈ સમજે વિચારે તે પહેલા મયુર સચિન પર તૂટી પડ્યો હતો અને ગડદાપાટુનો માર મારી ફરાર થઈ ગયો હતો આ મતલબની ફરિયાદ રામનગર પોલીસ સ્ટેશને નોંધાયા બાદ પોલીસે મયુર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ થી લઈને વાયા વાપી, વલસાડ અને જામનગર થઈને કચ્છ સુધી કચ્છી ભાનુશાળી સમાજમાં ચકચાર મચાવનાર આ ઘટનાની પ્રાપ્ત વધુ વિગતો પ્રમાણે મયુર જમનાદાસ ગજરા મૂળ માંડવીના શિરવા ગામનો છે અને તે પરણિત છે તેણે નિરોણાની ભાનુશાળી યુવતી સાથે લગ્ન કરેલા છે પરંતુ તેના સચિનની પત્ની સાથે કથિત અવૈધ મનાતા સબંધ બંધાતા તે પોતાની પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હોય અને પત્નીને કાઢી મુકતા તેની પત્ની નિરોણા ખાતે પિયરમાં ચાલી આવી છે બાદમાં ગત આ અંગે મયુર સામે ભુજ ખાતે એકાદ મહિના અગાઉ અવૈધ સંબંધોને લઈને પોતાની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે ત્યારે મયુર સામે ડોમ્બીવલી ખાતે નોંધાયેલી આ ફરિયાદે કચ્છી ભાનુશાળી સમાજમાં ચકચાર મચાવી દીધી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિકારીઓ દ્વારા ભુજમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

ત્રમ્બો ગામે જુગાર પર રાપર પોલીસનો દરોડો : 10,200/- રૂપિયાની રોકડ સાથે ત્રણ જુગારીઓ ઝડપાયા…

Leave a comment