Kutch Kanoon And Crime
GujaratKutchMundra

ABVPના 72’માં સ્થાપના દિવસની ઉજવણી મુન્દ્રાના સમાઘોઘા ગામે વૃક્ષા રોપણથી કરવામાં આવી

મુન્દ્રા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 72 માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છ વિભાગના બન્ને જિલ્લા પૂર્વ અને પશ્ચિમ કચ્છની શાખાઓ અને સંપર્ક સ્થાનો પરમાં કુલ 72 રોપા વાવી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તો તે અંતર્ગત આજ રોજ મુન્દ્રાના સમાઘોઘા ગામની પ્રાથમિક શાળા મધ્યે વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં સમાઘોઘા ગામના ઉપ સરપંચ શ્રી મહાવીરસિંહ જાડેજા આપણા વિદ્યાર્થી પરિષદના સ્થાયી કાર્યકર્તા જેઓ પૂર્વ પ્રદેશ સહમંત્રી રહી ચૂકેલા અને વર્તમાનમાં ગુજરાત યુવક બોર્ડના જિલ્લા સંયોજક એવા રામભાઈ ગઢવી સાથે સ્થાયી કાર્યકર્તા જેઓ પૂર્વ – પશ્ચિમ કચ્છ જિલ્લામાં સહ સંયોજક અને વર્તમાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમા મુન્દ્રા તાલુકા મહાવિદ્યાલયન પ્રમુખ જયરાજસિંહ જાડેજા સાથે મુન્દ્રા શાખાના પૂર્વ નગર મંત્રી અને ગુજરાત યુવક બોર્ડમા મુન્દ્રા તાલુકા સંયોજક નારણભાઇ ગઢવી, મુન્દ્રા શાખાના પૂર્વ નગર મંત્રી અને ગુજરાત યુવક બોર્ડમા મુન્દ્રા તાલુકા સંયોજક અજયસિંહ રાજપૂત, નહેરુ યુવા કેન્દ્ર મુન્દ્રા તાલુકાના સંયોજક રવિરાજસિંહ જાડેજા સાથે સમાઘોઘા ગામના યુવા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહયા હતા. આ સ્થાપના દિવસ નિમિત્તે દરેકને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું સૌ કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા. આ પ્રસંગે જયરાજસિંહ જાડેજા, નારાણ ગઢવી, રામભાઈ ગઢવી, અજયસિંહ રાજપૂત, રવીરાજસિંહ, સહિત કચ્છ જિલ્લા સંયોજક અક્ષયભાઈ ઠક્કર અને મુન્દ્રા નગર મંત્રી રોહિત દનીચા સહિત સમાઘોઘા ગામના ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજા સહિત ગામના યુવા વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

કચ્છના મુન્દ્રા-કેરા રોડ પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત : 5 થી વધુ લોકોના મોત થયાનું અંદાજ સામે આવ્યું…

Kutch Kanoon And Crime

અહો આશ્ચર્યમ્… કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

Kutch Kanoon And Crime

Leave a comment