સતત વધી રહેલા વ્યાજંકવાદીઓના ત્રાસના કારણે જિલ્લા ભરમાં અનેક ફસાયેલા મજબૂર વ્યક્તિઓએ પોતાના જીવનનો અંત આણી દીધો છે ત્યારે હાલમાં ખુબજ ચર્ચામાં આવેલા અંજાર ખાતે વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ આત્મહત્યા કરી લીધાની ઘટનાના પડઘા ઘેરા પડ્યા છે સાથે સતત ફરિયાદો વચ્ચે કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જ આઈ.જી. શ્રી મોથાલીયા દ્વારા સખત કાર્યવાહી કરવાના કડક આદેશ છૂટયા છે. કચ્છ બનાસકાંઠા પાટણ સરહદી રેન્જના હસ્તકના પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ પાટણ અને બનાસકાંઠા એમ ચાર જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજખોરી કરનારા અને ગેરકાયદેસર નાણા ધીરધાર કરનારાઓના કારણે ઘણી વખત ધાક ધમકી અને ખંડણીખોરોના ત્રાસના કારણે મુશ્કેલીમાં મુકાઈ જતા લોકો આત્મહત્યા કરી લેતા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા (પ્રો એક્ટિવ રોલ) પોલીસ ભજવે તે માટે આઈ.જી. કક્ષાએથી જબરદસ્ત નિર્ણય લેવામાં આવ્યો છે જે અનુસાર જે તે પોલીસ સ્ટેશનને આવતી વ્યાજખોરોના ત્રાસ અંગેની અરજી કે રજૂઆતો આવે ત્યારે કાળજીપૂર્વક ધ્યાને લેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી સત્ય બહાર લાવવા ચારે જિલ્લાઓના પોલીસ અધિક્ષકોને સુચના આપવામાં આવી છે તો વ્યાજંકવાદને નાબુદ કરવા જિલ્લા લેવલે એલ.સી.બી. જેવી શાખા દ્વારા વ્યાજ વટાવને લગતી અરજીઓના કિસ્સામાં ઝડપી પગલાં લેવા સૂચના અપાઇ છે એટલું જ નહીં સ્થાનિક પોલીસ એલ.સી.બી. કક્ષાએ જો પગલાં લેવાય નહિ તો આર.આર.સેલ.નો સંપર્ક કરવા જણાવાયુ છે આવા વધતા જતા વ્યાજદરના કિસ્સાઓને લઈને સરહદી રેન્જ દ્વારા લેવાયેલા નિર્ણય પછી દર મહિને દરેક પોલીસ સ્ટેશન અને એલ.સી.બી. પાસે આવેલ અરજીઓ કે રજૂઆતો અંગેની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવાયો છે વ્યાજંકવાદીઓ માટે લેવાયેલા આ નિર્ણયથી ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરનારાઓમાં હડકંપ મચી ગયો છે અને આઈ.જી. કક્ષાએથી લેવાયેલા નિર્ણયના કારણે આગામી દિવસોમાં ગેરકાયદેસર ધીરધારનો ધંધો કરનાર માફિયાઓના ચહેરા બેનકાબ થાય તેવી શક્યતા જોવાઇ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334