“જલસા” કાર્યક્રમ ભાવતા ભોજન સાથે વિવિધ વસ્તુઓની સોગાદ અપાશે…
સ્વ. ચેતનકુમાર મહેતાની સ્મૃતિમાં 14’વર્ષથી દિન દુ:ખીયા માનવો અને અબોલા જીવોની સુખાકારી માટે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે, દાતા માતુ શ્રી લીલવંતીબેન જે. મહેતા, હસ્તે શ્રીમતી હંસાબેન ચમનલાલભાઈ મહેતા ભુજના સહયોગથી તા. 22/10’રવિવારના રોજ જૈન આશ્રમ માંડવીના નિરાધાર વડીલોને માંડવીના મહેરામણની સહેલગાહે લઈ જવાનું આયોજન કરાયું છે. પ્રથમ ચરણમાં જૈન આશ્રમના પ્રાંગણમાં, સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ભુજ અને માંડવીના કાર્યકરો તથા આશ્રમના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જેમાં આશ્રમના 100 જેટલા વડીલો પૈકી શારીરિક અશક્ત અને દિવ્યાંગ વડીલો માટે વિવિધ કાર્યક્રમો સ્થાનિકે યોજાશે જેમાં દરેકને મનગમતી સોગાદ સાથે ભાવતા ભોજન અપાસે. આગળના ચરણમાં શારીરિક સ્વસ્થ 50 જેટલા આશ્રમવાસી વડીલ ભાઈ બહેનોને માંડવીના મહેણામણની સહેલગાહે લઈ જવાશે જ્યાં તેમના માટે “જલસા” કાર્યક્રમ યોજાશે અને સંસ્થાના કાર્યકરો તેમને વિવિધ રાઈડસની મોજ કરાવાશે અને વિવિધ રમતો રમાડાશે જેના વિજેતાઓને પુરસ્કૃત કરાશે અને દરેકને બ્રાન્ડેડ ટોવેલ સહિત વિવિધ વસ્તુઓની સોગાદ, નવા વસ્ત્રો અપાશે અને ભાવતા ભોજન કરાવાસે તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ તથા હિરેનભાઇ દોશીની યાદીમાં જણાવાયું હતું.
અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334