પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પ્રતીક્ષા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામવાળા જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ. વાઘેલા અંજાર વિભાગ અને અંજાર પોલીસ ઈન્સપેક્ટરે એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સતાપર ફાટક પાસે વાહન ચેકિંગ કરતા તે તે વખતે જી.આઇ.ડી.સી. તરફથી એક શંકાસ્પદ એકટીવા મોટરસાયકલ બંધ હોય એકટીવા ચાલકને મોટરસાયકલના આધાર પુરાવા માંગતા પોતા પાસે હાલ નથી એવું જણાવતા જેથી આ એક્ટિવ ચોરી યા છળકપટથી મેળવી લાવેલ એવી શંકા જતા આગવી ઢબે પૂછપરછ કરતા આ એકટીવા આદિપુરથી ચોરી કરેલ તેવું જણાવતા આદિપુર પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા આદિપુર પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો તારીખ 217/2020ના નોંધાયેલ હોય જેથી આ ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી કલમ41(1) ડી મુજબ પોલીસમાં સોંપવામાં આવેલ. પકડાયેલા આરોપી મુકેશ ખીમજી અપચૂંગ ઉ.વ.૩૭ રહે મૂળ ગુંદીયાળી તાલુકો માંડવી હાલ પ્લોટ નંબર ૩૦૫ ભક્તિનગર મેઘપર કુંભારડી તાલુકો અંજાર, વાળો મુદ્દામાલ હીરો કંપનીની લાલ કલરની મોટરસાયકલના ચેસીસ નંબર MBLJFL025 JGDO5393 તથા એન્જિન નંબરJF33 ACJ GD04441 કિંમત રૂ 30,000/- આ કામગીરીમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયુભા જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ચૌધરી, સાથે રહ્યા હતા.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334
(જાહેર ખબર)