આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ ચોબારી ગામના નર્મદા કેનાલ પાસે એક 18 વર્ષીય માયાબેન જેસાભાઈ પટેલ નામની યુવતીની લાસ મળી આવી હતી. જે લાસની તપાસ કરતા દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી મળી આવેલ લાસની તપાસ કરતા યુવતીએ આત્મહત્યા કર્યાનું ફલિત થયુ હતું. તો આ યુુવતીએ આત્મહત્યા સેના માટે કરેલ છે તેની પોલીસ દ્વારા તપાસ કરાતા બેલા ગામના રહેવાસી એવા રામજીભાઈ મેધાભાઈ ચૌહાણ (રાજપૂત)નું નામ સામે આવ્યું હતું જેની સામે ભચાઉ પોલીસે ગુન્હો દાખલ કરી જેલ હવાલે કર્યું હતું. રામજીભાઈ ચૌહાણ(રાજપૂત)એ માયાબેનને આત્મહત્યા કરવા મજબૂર કરવા સંદર્ભે 306 અને 404 મુજબ 2019’માં ગુંનો દાખલ થયો હતો. જે દરમ્યાન રામજીભાઈ છેલ્લા દોઢેક વર્ષથી ગળપાદર જેલ અંદર રહ્યા હતા જેને આ રોજ આમદાવાદ હાઈ કોર્ટમાંથી રેગ્યુલર જામીન પર મુકત કરવામાં આવેલ છે.
– ત્યાર બાદ મેઘપર બોરીચીના રહેવાસી એવા શારદાબેન હસમુખભાઈ પટેલ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતનો 306 (આપઘાત કરવા મજબુર) કરવા સહિતનો ગુન્હો દાખલ થયો હતો. જે ગુનામાં શારદાબેન હસમુખ પટેલનેે જેલ હવાલે કરાયો હતો. જેઓને જામીન પર મુક્ત કરવા પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલની જોડી એવા હેતલ સોનપાર અને વીનોદ મકવાણા દ્વારા હસમુખ પટેલની જામીન અરજી અંજાર કોર્ટમાં મુકવામાં આવેલ હતી જે જામીન અરજી મંજુર થઈ હતી. તો બે અલગ અલગ કેેેેશોમાં જામીન પર મુક્ત કરાવવા પૂર્વ ક્ચ્છના વકીલ એવા હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની ધારદાર દલીલો કામે લાગી હતી.
અહેવાલ : દિનેશ જોગી – અંજાર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334