પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલીયા સરહદી રેન્જ ભૂજ કચ્છની સૂચનાના અનુસંધાને સરહદી રેન્જ ભૂજના પો.ઇન્સ શ્રી બી.એસ. સુથાર, પોલિસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.એમ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂરાજી નાગજીભાઇ, પોલિસ કોન્સ્ટેબલ પ્રકાશચંદ્ર અમૃતલાલ જેઓ બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા તેમજ પ્રોહીબીસનને લગતી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા બાતમીવાળી જગ્યા માવસરી પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપી ખોડાભાઇ નાગજીભાઇ રાજપુત(રાઠોડ) રહે. ટડાવ તા. વાવ, બનાસકાંઠા વાળો વાવ-વાવડી ત્રણ રસ્તા બાજુ આવેલ છે જે બાતમીના આધારે વાવ-વાવડી ત્રણ રસ્તા પર પોલીસ વોચમાં હતી તે દરમ્યાન આરોપી તે જગ્યાએ ઉભેલ જણાઈ આવતા તેને પકડી વાવ પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોપવામાં આવેલ છે.
અહેવાલ : નિતેશ ગોર – 9825842334