Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandviSpecial Story

માંડવી “ઘઉં કાંડ”માં આખરે પડઘા પડ્યા

ઇન્ચાર્જ PI, લીવ રિઝર્વમાં મુકાયા ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ એકને નરાના ઝાડ બતાવાયા

કચ્છ જિલ્લામાં ચકચારી બનેલા માંડવીના કોડાય ઘઉં કૌભાંડમાં આખરે પડઘા પડવાનું શરૂ થઇ ચૂક્યું છે તપાસનીસ અધિકારી DYSP દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકને અહેવાલ સોંપાયા બાદ કડક છાપ ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા માંડવી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI, આર.સી. ગોહિલને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દીધા છે તો કથિત આ ઘઉં કાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભૂમિકા મનાય છે તેવા વિજયસિંહ ગોહિલ, મયુરસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ વાઘેલા નામના ત્રણ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવાયા છે જ્યારે દેવરાજ ગઢવી નામના પોલીસ કર્મચારીને નરા પોલીસ સ્ટેશન બદલી નરાના ઝાડ બતાવી દેવાયા છે જોકે આ પ્રકરણમાં હજુ પણ જવાબદારો સામે આકરા પગલા તોડાઈ રહ્યા હોવાનું મનાય છે. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં કોડાય ઘઉં કાંડે ભારે ચકચાર ફેલાવી છે હવે ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ થયા બાદ અને જે તે સમયના ઇન્ચાર્જ પી.આઇ., ને દૂર કરાયા પછી આ પ્રકરણમાં આગામી દિવસોમાં સનસનીખેજ ધડાકો થવાની શક્યતા જોવાઇ રહી છે. એ પણ નોંધનીય છે કે વહેતી ગંગામાં હાથ ધોનાર ખાખીધારીઓનો મોબાઈલ ડીટેલ ચેક કરાય તો માંડવી પંથકમાં આવેલ અનેક ચક્કીઓના લોટ પણ બૂમો પાડી પાડીને ન્યાય માંગશે તેવી સ્થાનિક ચર્ચા થઈ રહી છે.  આ પ્રકરણમાં આગામી દિવસોમાં આકરા પગલાનો સામનો કરવો પડે એ નક્કી છે.

પ્રકાશીત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડીયન ડેથ મામલે ગણતરીના સમયમાં આરોપીઓ હાજીર હો ના સંકેત… સુત્રોમાંથી મળતી માહિતી

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે જુગારની રેડ કરતા “ખટાં ખટાં” કરતા 17 ખેલીઓ ઝડપાયા

Kutch Kanoon And Crime

રત્નાકર બેંક લીમિટેડ (મહારાષ્ટ્ર)ના કરોડો રૂપિયાના કૌભાંડના ગુનામાં CID ક્રાઈમ તરફ સ્પેશિયલ પુબ્લિક પ્રોસિક્યુટર તરીકે કલ્પેસ ગોસ્વામીની નિમણુંક

Kutch Kanoon And Crime

Leave a comment