બે દિવસ અગાઉ મુંબઈના ઘાટકોપરના અસલ્ફા વિસ્તાર બાજુ રહેતી કચ્છી ભાનુશાળી પરણિતા શીતલબેન જતીન દામા બે દિવસ અગાઉ ચકી પર લોટ દળાવવા ગયા બાદ પરત ફરતી વખતે ભારે વરસાદના પગલે ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડી ગયા બાદ લાપતા બની ગઈ હતી જેનો મૃતદેહ આજે છેક ભાયખલા નજીકથી મળી આવતા કચ્છી ભાનુશાળી સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બે સંતાનોની માતા શીતલબેન પોતાના પુત્રોને ઘરે બેસાડી ચકી પર લોટ દળાવવા ગઇ હતી. મૂળ લખપત તાલુકાના ભારાપર ભાદરા ગામની શીતલબેનના પતિ જતીન દામા દાદર ખાતે કાપડની દુકાનમાં નોકરી કરે છે. શીતલબેન બે દિવસ અગાઉ પોતાના બન્ને સંતાનોને ઘરે મૂકી વરસતા વરસાદ વચ્ચે લોટ દળાવવા ગઈ હતી પરંતુ મોડી સાંજના આઠ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા અને તેનો મોબાઈલ ફોન બંધ આવતા શોધખોળ હાથ ધરાઇ હતી રાત્રી ભરની શોધખોળના અંતે વહેલી સવારે શીતલબેન લઈ ગએલ એ લોટની થેલી ખુલ્લી ગટર પાસેથી મળી આવતા શીતલબેન ગટરમાં પડી ગયાની શંકા સાથે પરિવારજનો ફાયર બ્રિગેડ અને પોલીસ જાણ કરી હતી.
ત્યારે બાદ આવેલ ટિમ અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ શીતલબેનનો કોઈ જ અતો પત્તો મળ્યો ન હતો આખરે આજે સવારે તેણીના મોબાઇલનું લોકેશન કોઈ કારણોસર ભાયખલા વિસ્તારમાં ટેસ થતાં તપાસ હાથ ધરાતા ભાયખલા નજીક ખાડીમાંથી શીતલબેનની લાશ મળી આવી હતી શીતલબેન અસલ્ફા વિસ્તારમાં ગટર માં પડી ગયા પછી તેની લાસ તણાઈને ભાયખલા નજીક ખાદીમાં પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. યુવાન વયની પરિણીતાના આ પ્રકારની મૃત્યુની ઘટનાએ કચ્છી ભાનુશાળી સમાજ સહિત મુંબઈ વસતા કચ્છી સમાજમાં અરેરાટી મચાવી દીધી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825841334