(ભુજમાં સત્તાધારી પાર્ટીના હાલના અગ્ર હરોળના નેતાઓ સાથે ફરી ફરીને નાના કાર્યક્રમાંથી મોટા બનેલા નેતાનું ઇલું ઇલું ઉજાગર થયું)
ભુજ ખાતે છેલ્લા બે દિવસથી સતાધારી પાર્ટીના એક અગ્ર હરોળના મનાતા નેતાના અન્ય એક સતાધારી પાર્ટીના જ નેતાના પરિવારની યુવતી સાથેના ઇલુ ઇલુ પ્રકરણે ભારે ચર્ચા સાથે સનસનાટી મચાવી દીધી છે અખબારી અહેવાલો બાદ શહેરમાં લોકો ચોરે ચોટે આ મુદ્દે ચર્ચાઓ કરવા લાગ્યા છે અખબારી અહેવાલોમાં સંબંધિત નેતા અને સંબંધિત પાત્રોના નામ સરનામાં ન હોવા છતાં આ હવામાં ઊડતી એડ્રસ વગરની ચિઠી બરો બર ઠેકાણે પહોંચી ગઈ છે. આ પ્રકરણમાં બંને પાત્રો ચર્ચાની એરણે સ્પષ્ટ થઈ જતા બંને પક્ષોએ નીચા જોણું થવા પામ્યું છે અને આ ઘટના બન્યાના દિવસથી લઈને અત્યાર સુધી લગભગ ઘરમાં છુપાઈ રહેલા શહેરમાં મુછે તાવ દઇ ફરતા એ નેતા માટે અત્યંત શરમજનક એટલા માટે ઊભી થઈ છે કે તોડી નાખું ફોડી નાખુંના ફુંફાળા મારનાર નેતાને મોઢું બતાવવું ભારે થઈ ગયું છે. બીજી તરફ લોકોમાં ચર્ચાતી વિગતો પ્રમાણે આ પ્રકરણમાં સંબંધિત યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર સંબંધિત નેતાને રાજકારણમાં ઉછેરવું સંબંધિત રાજનેતાને પણ હવે ભારે પડી ગયું છે તે હવે તેને અહેસાસ થવા લાગ્યો છે કે સાપોલીયાને દૂધ પાઈને ઉછેર્યા એ તેમની સૌથી મોટી ભૂલ સામે આવી છે. હવે સાપોલિયામાંથી ઝેરી સાપ બની ચુકેલ કહેવાતા તેમના જ ઉછરેલા સાપોલિયા સંબંધિત નેતાને દિવસના તારા બતાવી રહ્યા છે. ઇલુ ઇલુની આ ઘટનાના છેક ગાંધીનગર સુધી પ્રત્યાઘાત પડયા છે આગામી દિવસોમાં રાજકીય ચકચાર સર્જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે સંબંધિત નેતા એવા સમાજમાંથી આવે છે જે ગાળ પણ સહન ન કરી શકે પરંતુ તેની થયેલી પીટાઈની પીડા નેતાને સહી લેવી પડી છે. તો વિરોધ અને સતા માટે બે બે જૂથો ઉભા થઇ જતાં એક જૂથ આ નેતાને બચાવવા લાગ્યું છે તો બીજો જૂથ આ ઉછરેલા સપોલિયાને સબક શીખવવા પાછળ પડ્યું છે. બે બે જૂથો હવે એક બીજાને પાડી દેવા મથી રહ્યા છે આ પ્રકરણ થોડા સમય પહેલા બન્યો હતો જેની ચીંગારીને હવે અત્યારે હવા આપવામાં આવી છે. હવે આ હવા આપવા પાછળનું રાજકારણ સૌથી મોટું અને ચોકાવનારું છે, કેમ કે આ પ્રકરણમાં હવા આપનારને સૌથી મોટો ફાયદો થયો છે. એક ઘા અને બે ટુકડા, એક બાજુ મૂછોને તાવ દઈને ફરતા અને હવે મેથીપાક ચાખનાર મૂછોને તાવ દેનારની દવા થઈ ગઇ અને બીજાને નીચું જોવાનું પણ સબક મળી ગયું. આને કહેવાય રાજકીય અસલી દાવ પેચ…
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334