ભુજના સુખપર ગામે પેટે જણી દીકરીએ પ્રેમ સંબંધમાં આડે આવતી જનેતાનું પ્રેમીના હાથે કામ તમામ કરાવી નાખ્યાની ઘટના તાજી છે ત્યાં કચ્છના ગાંધીધામ ખાતે પ્રેમ સંબંધ મામલે આવી જ એક હત્યાની ઘટના બની ગઈ છે જેમાં મરણ જનાર યુવકના પરાણે પ્રીતથી પીછો છોડાવવા મહિલાએ પોતાના ભાવી જમાઈના હાથે યુવકનું કામ તમામ કરાવી નાખ્યું હતું. અનૈતિક સંબંધના અંત દર્દનાક હોય છે એ હકીકતને સાચી ઠેરવતી કચ્છમાં એક જ અઠવાડિયામાં હત્યાની બીજી ઘટના બની ગઈ છે ગાંધીધામ ખાતે બનેલી આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે ગત રવિવારે રાત્રે ગાંધીધામની એમ્પાયર હોટેલના પાર્ટી પ્લોટની સામેની ગલીમાં મહેશ્વરી નગરમાં રહેતા 45 વર્ષીય જેઠાલાલ ઉર્ફે જીતુ ખીમજી માતંગ નામના યુવકની છરીના ઘા મારી હત્યા નીપજાવાઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મૃતક જેઠાલાલ ઉર્ફે જીતુ મીનાબેન નામની કોઈ મહિલાના પ્રેમમાં હતો પરંતુ મીનાબેનની બે દીકરીઓ ઉમર લાયક થઈ જવાથી અને બન્ને દીકરીઓના સગપણ થઈ જવાના હોવાથી મીનાબેની બદનામી ન થાય તે માટે મરણ જનાર જેઠાલાલ ઉર્ફે જીતુનો પીછો છોડાવવા પ્રયાસ કર્યો હતો જેનાથી જીતુની કાશળ કાઢી નાખવાનું પ્લાન બનાવ્યું હતું. આ દરમિયાન જીતુનો કાંટો કાઢી નાખવાનો મીનાબેન નક્કી કરી પોતાના જમાઈ રોહિત મહેશ્વરી અને કરણ મહેશ્વરીને બોલાવી બનાવવાળા દિવસની રાત્રીએ જેઠાલાલ ઉર્ફે જીતુનું કામ તમામ કરાવી નાખ્યું હતું. મૃતકના ભાઇ પૂનમ માતંગએ મીનાબેન સહિત ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે સામે હત્યાની કલમ તળે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં અનૈતિક સંબંધો મામલે એક જ અઠવાડિયામાં સુખપર અને ગાંધીધામ ખાતે હત્યાની બે ઘટનાઓ બની ગઈ છે.
એ પણ નોંધનીય છે કે જેઠાલાલ ઉર્ફે જીતુ પરણેલો હતો અને તેના બે સંતાનો પણ છે પરંતુ તેની પત્ની રિસામણે માવીત્રે બેઠી હોય જેઠાલાલ મીનાબેન નામની મહિલાના પ્રેમમાં પડ્યો હતો.
અહેવાલ : નિતેશ ગોર – 925842334