પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલીયા સરહદી રેન્જ ભુજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજની સૂચના પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર બી.જે. ભટ્ટની સુચના પ્રમાણે મુન્દ્રા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ત્રણ ઈસમો 9524 નંબરની મોટરસાયકલ લઈને મુન્દ્રા તરફ આવી રહેલ છે તેમની પાસે મોટરસાયકલના કોઈ આધારપુરાવા નથી અને આ શખ્સો બાઈક ચોરી કરતી ગેંગ હોઈ શકે છે. જે બાતમીના આધારે પોલીસ કર્મચારીઓ વોચમાં હતા ત્યારે ઉપરોક્ત નંબરની “GJ 12 AG 9524″ને રોકી કાગળિયાની તપાસ કરતા તેઓની પાસેથી આ બાઇકના આધાર પુરાવા મળી આવેલ નહીં જેથી આ ત્રણેને વધુ તપાસ માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા આ ત્રણેમાંથી બે યુવકો નાની ઉંમરના હોય કાયદા પ્રમાણે તેઓને નજર કેદ રાખી મુખ્ય આરોપી આકાશકુમાર દિનેશપ્રસાદ કુશવાહ ઉમર વર્ષ ૨૦ રહે સૃષ્ટિ પાર્ક, બારોઇ રોડ, મુન્દ્રા અને મૂળ રહેવાસી એમાલીયા ભગવાનપુર પશુની ઇસ્ટ ચંપારણ બિહારવાળાની વધુ પૂછપરછ કરતાં તેની પાસેથી ટોટલ 7 મોટરસાઇકલ મળી આવેલ જેના કોઈ અધાર પુરાવા ના હોવાથી આ મોટર સાયકલ ચોરીની છે અને ક્યાંથી ચોરી છે જેની વધુ તપાસ મુન્દ્રા પોલીસ કરી રહી છે બાઇક નંબર (1) (GJ 12 AC 9524), (2) (GJ 12 DJ 1810), (3) (GJ 12 DL 5340), (4) (GJ 12 CA 2132), (5) (GJ 12 CH 0314), (6) (GJ 12 AL 2067), (7) (GJ 12 AL 6930) નો સમાવેશ થાય છે. આ કેસમાં કુલ મુદ્દામાલ 1,80,000/- કબ્જે કરેલ બાઈકનો ગણવામાં આવેલ છે. આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. ભટ્ટ, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ ઝાલા, અશોક કનાદ, પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ વગેરે સાથે રહ્યા હતા.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334