Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસેથી ૭.૬૯ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે અબડાસાના રાપર ગઢવાળીના શખ્સ સહિત ત્રણ ઈસમો ઝડપાયા

પશ્ચિમ કચ્છ પોલીસની એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે મુન્દ્રા પ્રાગપર ચોકડી પાસેથી અબડાસાના રાપર ગઢવાળીના એક શખ્સ સહિત ત્રણ ઈસમોને પકડી પાડી પોલીસે ૭.૬૯ લાખની કિંમતનો ત્રણ કિલો ચરસનો જથ્થો કબ્જે કર્યો છે ચરસનો આ જથ્થો અબડાસા લખપતના દરિયા કાંઠેથી મળી આવેલ ચરસના પેકેટો પૈકીનો હોવાનું બહાર આવ્યું છે કેફી પદાર્થના આ પ્રકારના પર્દાફાસે અનેક સવાલો ઉભા કર્યા છે અનેક સફેદ વસ્ત્રોમાં ફરતા ઉચ્ચ વર્ગના કેટલાક સફેદપોશ શખ્સોની ભૂમિકા સામે આવે તેવા અણસાર મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી એ સફળતા પૂર્વક કરેલા આ ઓપરેશનની વિગતો પ્રમાણે અબડાસાના રાપર ગઢવાળીનો રામજી વેલા કોલી નામનો પગડીયા માછીમારી ચરસના એક એક કિલોના ત્રણ પેકેટ લઈને પ્રાગપર ચોકડી પહોંચે છે અને ત્યાં પ્રફુલ પોપટ બારીયા નામનો મૂળ પંચમહાલનો હાલે ટોડા ગામે અરનાથ જૈન દેરાસરના પૂજારી તરીકે ફરજ બજાવતો યુવાન તેની પાસેથી ચરસની ડીલેવરી લેવા આવે છે અને પ્રફુલ બારીયા રામજી પાસેથી ચરસના પેકેટની ડીલેવરી અન્ય કોઈ વ્યક્તિને ડીલેવરી કરે તે પહેલા એસ.ઓ.જી ટીમના હાથે ઝડપાઈ જાય છે જેની પ્રાથમિક પૂછપરછમાં રામજી કહે છે-કે નરેશ સોમાભાઈ શાહ રહેવાસી સરગમ એપાર્ટમેન્ટ સેક્ટર 7 ગાંધીધામ વાળાએ તેને ચરસના આ પેકેટની ડીલેવરી આપવા પ્રાગપર ચોકડી બોલાવેલો અને પ્રફુલ બારીયા જે ટોડા ગામે જૈન દેરાસરનો પુજારી છે તેને આપવાનું કહ્યું હતું. એસ.ઓ.જી પોલીસે તત્કાળ ઓપરેશન હાથ ધરી રામજી વેલા કોલી તથા ટોડા ગામેથી બાઇકથી ડીલેવરી લેવા આવેલ પ્રફુલ બારીયાને પકડી પાડ્યા બાદ ગાંધીધામના નરેશ સોમાભાઈ શાહને પણ પકડી પાડયો હતો ત્યારે પ્રારંભિક પૂછપરછમાં ચરસના આ પેકેટોની ડીલેવરી રામજી પાસેથી લઈને પ્રફુલ બારીયાએ અન્ય કોઇ શખ્સને આપવાની હતી અને તેની સૂચના નરેશ સોમાભાઈ શાહે પ્રફુલને આપી હતી જ્યારે રામજીને પણ ચરસના જથ્થાની ડીલેવરી પ્રાગપર ચોકડી પર આવનાર પ્રફુલ બારીયાને આપવાની હતી પરંતુ આ ઓપરેશન સંપૂર્ણ રીતે પાર પડે તે પહેલા આરોપી પકડાઇ જતા આ ઓપરેશનની સર્જરી અધૂરી રહી ગઈ છે. આખી ઘટના અંગે વિગતો આપતા પોલીસ પ્રશાસને આરોપીઓની પૂછપરછને ધ્યાનમાં રાખીને એટલું જણાવ્યું છે કે ચરસના આ પેકેટો અબડાસાના દરિયાકાંઠે આવેલા અને અગાઉ પકડાયેલા પેકેટો પૈકીના છે અને આરોપી રામજીને ત્રણેક મહિના અગાઉ ચરસના આ પાંચ પેકેટ દરિયા કિનારેથી મળી આવ્યા હતા ત્યારે તેણે પોલીસમાં જમા કરાવવાના બદલે પોતાના પાસે રાખી દીધા હતા અને એ પૈકી ત્રણ પેકેટની ડીલેવરી આપવા જતા પકડાઈ જવાથી કબ્જે થયા છે જ્યારે બાકીના બે પેકેટ પૈકી એક તેના રાપર ગઢવાળી ખાતે આવેલા ઘરમાંથી અને એક પેકેટ આંગણામાં આવેલ લીમડાના ઝાડ નીચે દાટી દીધેલો એમ કુલ પાંચ પેકેટ કબજે કરાયા છે અને આગળની તપાસ ચાલુ છે. હવે આખા પ્રકરણની ચિંતાજનક ચિંતન કરવા જેવી બાબત એ છે કે આરોપી રામજી અને ગાંધીધામ સ્થિત નરેશ સોમાભાઈ શાહ એકબીજાના પરિચયમાં કઈ રીતે આવ્યા છે અને નરેશ સોમાભાઈ શાહ તથા ટોળા જૈન દેરાસરનો પુજારી પ્રફુલ બારીયા એકબીજાના સંપર્કમાં આવેલા છે કે પછી એ પુજારી પ્રફુલ બારીયા અને રામજી એકબીજાના પરિચયમાં આવ્યા છે એ તપાસ કરવા જેવી બાબત છે ઉપરાંત પૂજારી પ્રફુલ બારીયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે નરેશ સોમાભાઈ શાહની સૂચના પ્રમાણે રામજી પાસેથી ચરસના પેકેટ લઇ અન્ય કોઈ વ્યક્તિને આપવાના હતા તો એ લેનાર વ્યક્તિ કોણ હશે એ પણ એક સવાલ છે. પુજારી પ્રફુલ બારીયા રામજીને ઓળખતો હતો કે કેમ અને જેમને ડીલીવરી આપવાની હતી એ શખ્સોને ઓળખતો હતો કે કેમ કે પછી નરેશ મુખ્ય સૂત્રધાર હોય તો નરેશ આ રેકેટ કોડવર્ડથી ચલાવતો હતો કે કેમ એ કડી જોડવાની જરૂર છે આ આખા સફળ ઓપરેશન પછી અનેક સવાલ ઉભા થયા છે જેમાં સૌથી મોટો સવાલ એ છે કે કચ્છના દરિયા કિનારે મળી આવેલા સેંકડોની સંખ્યામાં ચરસના પેકેટોને લઈને સફેદ પોશ કેટલા શખ્સો સક્રિય થયા છે કે કેમ..? તો કચ્છમાં સ્થાનિકે મોટાભાગના જૈન દેરાસરોમાં સ્થાનિક પૂજા અર્ચના કરનારાઓને છૂટા કરી ખાસ કરીને આદિવાસી શખ્સોને પૂજારી તરીકે ગોઠવાઈ રહ્યા છે તો શું એની પાછળ કોઈ સફેદપોશ સજજનોની આવા આદિવાસી શખ્સોનો દુરુપયોગ કરવા માટે લાડ તો ટપકી નથી ને..? આ એક સવાલ થયા વિના રહેતો નથી. કારણકે કચ્છના મોટાભાગના જૈન દેરાસરોમાં પૂજારી તરીકે લગભગ આદિવાસી શખ્સોને ગોઠવી દેવાયા છે આમાના તમામ આદિવાસીઓ ક્રિમિનલ હોય એ માનવાને કોઈ કારણ નથી પરંતુ કચ્છ પ્રદેશથી કચ્છની સંસ્કૃતિ અજાણ શખ્સોનો દુરુપયોગ થઈ શકે છે અને પેટિયું રળવા માટે પોતાનું વતન છોડીને કચ્છ સુધી આવતા આ યુવાનો ટ્રસ્ટીઓ કે શેઠના હુકમ પ્રમાણે કામ કરતા હોય છે ત્યારે આ અંગે પણ તપાસ કરવાની જરૂર છે કે આવા મજબૂર આદિવાસી યુવાનોની મજબૂરીનો ઘેર લાભ નથી લેવાતો ને..? કારણકે પોતાનું વતન મૂકીને અહીં આવતા આવા ગરીબ યુવાનો તેમના આકાઓ સામે મોઢુ પણ ખોલી શકતા નથી ત્યારે આ બાબતમાં ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. નોંધનીય છે કે ગત વર્ષે રામજી કોલી નામનો યુવાન પકડાયો છે તે રાપર ગઢવાળી નજીકના પિંગલેશ્વરથી મોટી સિંધોડીના દરિયા કિનારેથી એક રહસ્યમય થેલો મળી આવ્યો હતો જેમાંથી નવા વસ્ત્રો ઉપરાંત કેટલાક પુસ્તકો જે ઉર્દુ ભાષામાં લખાયેલા હતા અને પીપરમેન્ટ ચોકલેટ મળ્યા હતા આ બાબતે ખૂબ જ ઊંડી તપાસ થઈ હતી. જેમાં પોલીસને કોઇ તાગ મળ્યો નહોતો અને જે તે વખતે મોટી સિંધીડીના પગરિયા માછીમાર તરીકે પેટિયું રળતા કેટલા કોલીઓના દરીયા કિનારે આવેલ કાચા ભૂંગાઓ સળગાવી નખાયા હતા. ત્યારે હવે રાપર ગઢવાળીનો યુવાન ચરસના પેકેટો સાથે પકડાયો છે ત્યારે તેની ઉંડી તપાસ કરવી જરૂરી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(ડી.વાય.એસ.પી., જે. એન. પંચાલ ઇન્ટરવ્યુ)

Related posts

અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડયાર માટે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ક્ચ્છ આવતા મુખ્ય રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ

Kutch Kanoon And Crime

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ શરુ કરાયુ

Leave a comment