Kutch Kanoon And Crime
GandhidhamGujaratKutch

પૂર્વ કચ્છમાં લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અધિકારીઓની ફૂટ પેટ્રોલિંગ

અંજાર વિભાગના ડી.વાય.એસ.પી., ડી.એસ. વાઘેલાની આગેવાનીમાં પ્રો. ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઈ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. દેસાઇ તેમજ સ્ટાફના માણસો સાથે ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કિડાણા ગામ, સપના નગર, જગજીવન નગર, ગણેશ નગર, ભટ્ટ નગર તેમજ સેક્ટર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં હોમ કોરેન્ટાઇન ચેક કરવામાં આવ્યું સાથે સિનિયર સિટીઝનને મળી તેઓને કોઈ પણ સમસ્યા હોય તો સીધો પોલીસ કન્ટ્રોલ નંબર પર કોલ કરવા જણાવાયુ હતું. પોલીસ હમેશાં તેમની સાથે છે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. લોકોને ઘરમાં જ રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા સાથે લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય થાય તે માટે અપીલ પણ કરી હતી પોલીસ પ્રજાનું મિત્ર નહી બલકે એક પરિવાનું જ અંગ છે તે માટે આપણે સૌ સાથે મળી લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરીયે સાથે જ્યાં સુધી તંત્ર દ્વારા જણાવવામાં ન આવે ત્યાં સુધી ઘરમાજ રહીને દેશ સેવા કરીયે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

નિતેશ ગોર – 9825842334
(રાજેશ રાઠોડ દ્વારા)

Related posts

મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીનું મનદુઃખ : ભાજપના કાઉન્સિલર સહિત ચાર જણા ઘાયલ

પિંગલેશ્વર મહાદેવ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળતા છતાં ટ્રસ્ટીઓ, ભાવિકો મૌન કેમ…?

Kutch Kanoon And Crime

રાતોરાત કરોડપતિ બનવા તોડ કરતા ફોલ્ડરિયા પ્રતિનિધિ સહિત તંત્રીની પણ ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment