સતત અવરજવરથી ધમધમતા અંજારના વરસામેડી રોડ પર યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. આજે સવારે બાવળોની ઝાડીમાં આ લાશ મળી આવી હતી. સ્થાનિકેથી મળતી માહિતી પ્રમાણે હતભાગીનું નામ વિજય હોવાનું અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે તેવું અનુમાન સ્થાનિક તપાસમાં જણાઈ આવે છે. રાત્રીના સમયે કોઈ શખ્સો લાશને બાવળોની ઝાડીમાં ફેંકી ગયા હોવાનું અનુમાન છે જેથી અહીં તપાસ શરૂ કરવામાં આવી છે. લાશને પી.એમ. માટે અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે જ્યાં પીએમ કારણ સામે આવે તેવી શક્યતા છે. પોલીસે સ્થાનીક તપાસ આરંભી છે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા
પ્રકાશીત નીતેશ ગોર – 9825842334