પશ્ચિમ ક્ચ્છ વિરાગનાં સ્કોડ ટિમની રચના પછી અલગ અલગ જ્ગ્યાએ પેટ્રોલિંગ કરીને મહિલાઓ અને વૃધો જે ખાસ કરીને નિવૃત્તિ જીવન ગાળી રહ્યા હોય તેવા લોકો માટે હર હંમેશા ખડેપગે તૈનાત હોય છે. આ વિરાગમાં ટીમેં પેટ્રોલિંગ દરમ્યાન આજે ભુજના અતિ ભરચક અને ભીડથી ખચા ખચ ભરાયેલા બસ સ્ટેશન વાળી ગલીમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના ચેકીંગ દરમ્યાન એક દુકાનમાં બહુ ભીડ દેખાતા ટિમ ત્યાં જઈ ત્યાં ઉભેલા લોકોને સમજાવી રહ્યા હતા તેવામાં હોશિયાર દુકાનદાર પોતાની દુકાનમાં ગેર કાયદેસર વેચાતા માલ સામાનને સગે વગે કરવા લાગતા ખાસ ટ્રેનિંગ લઈને સિલેકટ થયેલી આ વિરાગનાં ટીમની ચબરાક નજરથી બચી શક્યો નહિ ત્યારે દુકાનદારની અને દુકાનની વધુ તપાસ કરતા આ દુકાનમાંથી ગેરકાયદેસર વિદેશી સિગારેટ અને અમુક ઉંમર 18+ની ગેર કાનૂની ચીજવસ્તુનું વેંચાણ કરી રહ્યો હતો જે કબ્જે કરી પૂછતાં તે દુકાનદાર આ ચીજવસ્તુઓને સિગારેટની આડમાં વેંચી રહ્યો હતો ત્યારે વિરાગનાં ટીમે સિગારેટ સહિત ચીજવસ્તુઓનું બિલ અને કાયદેસરના કાગળિયા માંગતા દુકાનદાર પાસે સિગારેટના કોઈ એવા ઠોસ પુરાવા ન મળતા વિરાગનાં ટીમે ભુજ નગરપાલિકાની બસ સ્ટેશન પાસે આવેલી દુકાન નંબર 50 ઓમ કટલેરી વાળીમાં રેડ કરી 46,150/- નો મુદામાલ કબ્જે કરી 41(1)ડી મુજબની કલમ સહિત કૃપેશ જયેશભાઇ ચાવડા સામે પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ જશોદાબેન બાબુભાઇ ધ્રાગી, જાસ્મિનબેન મુસાભાઈ કુંભાર, રમીલાબેન બાબુલાલ શાહ, ગાયત્રીબેન હરિલાલ બારોટ, જયશ્રીબેન પ્રેમદાસ સાધુ, ભાવનાબેન ધનજીભાઈ બરાડીયા, સોનલબેન વાઘાભાઈ ચૌધરી સહિતની વિરાગનાં સ્કોડ ટીમ સાથે રહી હતી. આ કેસની આગળની કાર્યવાહી ભૂજ એ/ડિવિઝન પોલીસે હાથ ધરેલ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334