Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

કેસરીયા અમથા નથી થતા… “ક્ચ્છ કેસરી” બિરુદ માટે માથા દેવા પડે શે… ઇતિહાસના પાના જોઈ લિયો…

હિન્દૂ યુવા સંગઠનના આગેવાન અને હિન્દૂ હૃદય સમ્રાટ એવા રઘુવીરસિંહને જે “ક્ચ્છ કેસરી” તરીકે બાબુ આહીર જેઓએ એક ગીતમાં બતાવ્યું છે તે ગીતનો ઉગ્ર વિરોધ થવા લાગ્યું છે અને એક ક્ષત્રિયાણી બહેનની ભાઈ રઘુવીરસિંહ અને બાબુ આહીરને માફી માંગે તેવી માંગ કરતો વિડિઓ દ્વારા અપીલ કરી છે. કચ્છ અબડાસાના “કચ્છ કેસરી” અબડાસાના વીર અબડા અડભંગ છે જ્યારે હાલમાં લોક ગાયક બાબુ આહીર દ્વારા નવા જમાનાનું ગીત ગાવામાં આવ્યું છે જેમાં રઘુવીરસિંહને “કચ્છ કેસરી” તરીકે બતાવવામા આવતા અબડાસાના મહિલા ક્ષત્રિય સમાજ સેવિકા ભાવનાબા અક્ષયસિંહ જાડેજાએ “કચ્છ કેસરી” શબ્દ વાપરવા બદલ વિરોધ સાથે કહેલ કે ખાલી કેસરી સાફો પેરવાથી “કચ્છ કેસરી” નથી થઈ જવાતુ એના માટે તો બલિદાનમાં માથું દેવું પડે શે. “કચ્છ કેસરી” અને ઇતિહાસમાં બિરુદ માટે કેસરીયા કરવા પળે છે અત્યારે મારો ભાઈ રઘુવીરસિંહ પોતાના અહંકારમાં ભાન ભુલી પોતાને “કચ્છ કેસરી” અને બીજા ઘણા બધા વિશેષણો લગાવી પોતાનું માર્કેટીંગ કરી રહ્યા છે. બીજા જે કોઈ પણ વિશેષણ લગાડતા હોય એ લગાડે એનાથી મને કંઈ વાધો નથી પણ “કચ્છ કેસરી” તો એક જ હતા… છે અને રહેશે… “વીર અબડા અડભંગ”… તો રઘુવીરસિંહ જાડેજા હાલના સમયે કેસરી સાફો પહેરીને ફરવાથી વીર નથી બની જવાતું.
આ ઉપનામો, વિશેષણો સરકારી એવોર્ડ પણ નથી આ ઐતિહાસિક બિરુદ છે જેને ગમે તે વ્યક્તિ વાપરે તો એ વીરોએ મેળવેલ માનનુ અપમાન છે. વધુમાં વાત કરતા ભાવનાબાએ જણાવ્યું કે, અમુક ભાઈઓએ એવી ટિપ્પણી કરેલી કે મારે ફેમસ થવું છે. તો ભાઈઓ ફેમસ થવાની મારે કોઈ જરૂરત નથી, હું ભાવનાબાથી ઓળખાઉ છું એટલું ઘણું છે મારે કોઈ પોતાની રીતે ટેગ નથી લગાવવા. કેસરી સાફો પહેરીને ભાઈ જો અહંકારના નશામાં ચુર હોય તો એ ભાઈને પણ જગાડવો એક બેનનું કર્તવ્ય છે. રુપિયા હોય તો મજા આવે એમ વિડીયો બનાવવાના..??? જો કોઈ ભાઈ મુછ મરડતો ફોટો મુકે તો તમે એને માફી મંગાવવા મરણિયા પ્રયત્ન કરો છો, તો આ તો પાળિયાઓના સમ્માનની વાત છે ભાઈ એમા ચુપ શા માટે..??? સામે સગો ભાઈ કે પિતા પણ જો આવી ભુલ કરે તો એને પણ ટકોર કરવી જ પડે, રઘુવીરસિંહ, બાબુ આહિરે આ કરેલી ભુલની માફી માંગવી જ પડશે તમોને અને તમારા ઝંડામાંથી તમારા માર્કેટિંગ ગીતમાંથી “કચ્છ કેસરી” હટાવવુ જ પડશે. આ છે એક સાચી ક્ષત્રિયાણી બહેનની ટકોર અને ઇતિહાસકારોને વિચારવા પર મજબૂર કરી દે તેવી વાત..! ભાઈ શ્રી પ્રચાર અને પબ્લિસિટી માટે પરાણે ઇતિહાસ નથી રચાતા.

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

(ભાવનાબા અક્ષયસિંહ જાડેજા બહેનનો વિડિઓ)

Related posts

હમીરપરમાં એક સાથે 5 હત્યાના ખળભળાટ માચાવનાર કિસ્સામાં વધુ એક આરોપીના જામીન : ધારાશાસ્ત્રી હેતલકુમાર જે. સોનપાર વિનોદકુમાર જી. મકવાણાની ધારદાર દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

શાસન, સતા અને “ભાગલા”… હિન્દૂ મુસ્લિમના “ભાગલા”…! અને હવે (સોશિયલ ડિસ્ટન્સ) માણસ માણસના “ભાગલા”..?

Kutch Kanoon And Crime

વાહ તમે તો મુખ્યમંત્રીશ્રીને પણ બનાવી નાખો છો..! અંજારના કળશ સર્કલ પાસેના રોડમાં વર્ષો પહેલા પડેલ ખાડા ઉપર ડામરની ચાદર ઓઢાડવામા આવી

Kutch Kanoon And Crime

Leave a comment