મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે રાઇટિંગના ગુનામાં અને મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સાડાઉના કાદરશા નામના શખ્સને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ., એસ.જે. રાણાના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાની ટીમ સાથે મુન્દ્રા વિસ્તારમાં કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓની શોધખોળ માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગના ગુનાનો અને મુંદ્રા પોલીસ મથકે નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુનાનો ફરાર આરોપી કાદરશા સૈયદ સદગુરુ કોમ્પલેક્ષની પાછળ આવેલ અધાભા તુર્કની ઓફિસમાં બેઠો છે આ બાતમીના આધારે શ્રી રાણાએ પોતાની ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કાદરશા સૈયદ મળી આવ્યો હતો જેની ધરપકડ કરીને મુન્દ્રા પોલીસને સોંપાયો છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334