Kutch Kanoon And Crime
GujaratIndiaKutchMundraSpecial Story

પોલિયોગ્રસ્ત દિવ્યાંગ યુવાન સ્વબળે અદાણી પોર્ટમાં કાર્ગોના અવર-જવર ઉપર કોમ્પ્યુટર પર વે-બ્રીજ ઓપરેટર તરીકે સુપેરે ફરજ બજાવી રોજગારી મેળવે છે

◆ ઇશાકની ઈચ્છા પરિપૂર્ણ થઈ અને આજે શેખડિયાના મત્સ્યકાર ઇશાકની ખુદ્દારી અને મહેનતની પોર્ટે કદર કરી આપી રોજગારી…

મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ હંમેશા સ્થાનિક મત્સયકારો અને દિવ્યાંગના ઉત્કર્ષ માટે સદાય તત્પર રહી તેમની કાર્યક્ષમતા અને લાયકાતના ધોરણે રોજગારી આપવા માટે સદાય પહેલ કરી, મત્સયકારો અને દિવ્યાંગોને પોર્ટમાં સમાવવાનો અભિગમ અપનાવ્યો છે. તાજેતરમાં જ મુન્દ્રા તાલુકાનાં શેખડિયા ગામના વધુ એક યુવાનમાં રહેલા હીરને પારખી રોજગારી આપી છે. શેખડિયાના ૨૯ વર્ષીય ઇશાક રેલિયાને તાજેતરમાં જ પોર્ટના એક હિસ્સામાં સમાવી આ ક્ષેત્રે વધુ એક કદમ માંડ્યુ છે. ઇશાક ખુદ એક સ્વમાની ખુદ્દાર યુવાન છે. ભલે તે દિવ્યાંગ હોય પણ તેનામાં ક્ષમતા છે એ જ રોજગારી મળે તેવો તેનો આગ્રહ હતો છેવટે મુન્દ્રા પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે આ આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈ તેના અનુભવ અને શૈક્ષણિક લાયકાત મુજબ રોજગારી આપી તેના મનોબળને વધુ દ્રઢ કર્યું છે. ઇશાક રેલીયા સામાન્ય મત્સ્યકારના કુટુંબમાથી આવે છે. કુદરતે તેને માત્ર ૧૪ માસની ઉમરે જ પોલિયોની નાગચૂડમાં ફસાવી દીધો પરંતુ, અલ્લા-તાલ્લામાં અતૂટ શ્રધ્ધા રાખી તેણે મુન્દ્રાની શેઠ આર.ડી. હાઈસ્કૂલમાં ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કર્યો. એટલું જ નહીં વર્તમાન સમયને અનુકુળ વળી, અનુકૂળ રહી કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો. અને કોમ્પ્યુટરની ડિપ્લોમા ડિગ્રી હાંસલ કરી. તેની ઇચ્છા તો મુન્દ્રા પોર્ટમાં જ રોજગારી કરવાની હતી પરંતુ, સીધા જ નોકરી માંગવા જતાં તેનો આત્મા ડંખતો હતો. પરિણામે, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ કાર્ય સાથે જોડાયેલી કંપનીમાં નાનો મોટો અનુભવ લીધો. છેવટે ઇશાકની ઈચ્છા પરિપૂર્ણ થઈ અને આજે વે-બ્રીજ ઓપરેટર તરીકે સુપેરે ફરજ બજાવે છે અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનો આભાર માન્યો સાથે પોતાના માતા-પિતાએ તેના અભ્યાસ માટે જહેમત લીધી તે બદલ પણ આભાર માન્યો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ચકચારી હની ટ્રેપ મામલે પકડાયેલા વધુ બે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર

ગજોડ – સુમિટોમો કંપનીમાં મેનેજમેન્ટની બેદરકારીના વિરોધ સામે ન્યાય મેળવવા માટે ધરણા કરાયા

Kutch Kanoon And Crime

સરકારી અજીબ નિયમોમાં ખાટલા/બાટલાની રામાયણમા નવરા થઈએ તો રોટલાની રામાયણ ઉભી છે..!

Kutch Kanoon And Crime

Leave a comment