નખત્રાણા તાલુકાના સાયરા અને સુખસાણ ગામની સીમમાં જમીનમા દટાયેલી માધાપરના યુવાનની મામલે રાજેશ કોલી નામના યુવાનની ધારણા પ્રમાણે હત્યા થયાની હકીકત સામે આવી છે મરણ જનાર યુવાનની તેની પ્રેમિકા ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ તેની લાશને વાડી માલિક અને આરોપી યુવતી અને તેના માતા-પિતાએ જમીનમાં દાટી નાખી હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે બે દિવસ અગાઉ સાયરા અને સુખસાણ ગામની સીમમાંથી માધાપરના રાજેશ કોલી નામના યુવાનની જમીનમાં દાટી દેવાયેલી લાશ મળી આવી હતી આ અંગે અમારા ન્યુઝ દ્વારા મરણ જનારની હત્યા થયાના ઉલ્લેખ સાથે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી એ આશંકા આખરે સાચી સાબિત થઈ છે પોલીસ તપાસ દરમિયાન રાજેશની તેની પ્રેમિકા નિર્મળા રમજુ કોલીએ ગળે ટૂંપો આપી હત્યા કર્યાનું ફલિત થયું છે. નખત્રાણા પી.આઈ વી.જી. ભરવાડના જણાવ્યા પ્રમાણે ગુરુપૂર્ણિમાના દિવસે આ ઘટના બની હતી જેમાં કાનજી રાણાજી સોઢાની વાડી પર કામ કરતા રાજેશ અને નિર્મળા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં નિર્મલાએ રાજેશને ગળે વાયરથી ટૂંપો આપી બેરના ઝાડમાં લટકાવી દીધો હતો આ આખી ઘટનાને વાડી માલિકની દીકરીએ નજરે જોઈ લેતા હત્યાની આ ઘટનાનો પર્દાફાશ થયો છે. દરમિયાન આ ઘટના બાદ વાડી માલિક કાનજી સોઢા પોતાની કારથી આવ્યા બાદ નિર્મલા અને વાડી માલિક વચ્ચે વાતચીત થયા બાદ લાશને નીચે ઉતારી જમીન પર રાખી દેવાઈ હતી અને ત્યારબાદ વાડી માલિક સાયરા ગામે જઇ નિર્મળાના માતા-પિતા રમજુ ગાભા કોળી અને વાલબાઈ રમજુ ખોલીને પોતાની કારમાં લઈ આવ્યા બાદ કાનજી સોઢા નિર્મળા અને તેના માતા-પિતા વગેરે સાથે મળી લાશને કારની ડેકીમાં નાખી ડેમ વિસ્તારમાં લઇ ગયા બાદ ખાડો ખોદી તેમાં દાટી દીધી હતી. નોંધનીય છે કે મરણ જનાર રાજેશ માધાપર ગામે રહેતો હતો પરંતુ તેની પત્નીનું મૃત્યુ થયા બાદ તે એકલો રહેતો હતો અને કામ મળે ત્યાં ખેત મજૂરી કરી ગુજરાત ચલાવતો હતો આ દરમિયાન લોકડાઉન પહેલા તે પોતાના મામા રમેશ પાસે આવ્યો હતો જ્યાં ખેત મજૂરી કરતો હતો પરંતુ લોકડાઉનમાં કામ ધંધા બંધ થઈ જતા તેના મામા રમેશે રાજેશને માધાપર ચાલ્યા જવાનું કયા બાદ રાજેશ પરત જવાના બદલે તે સાયરા ગામે રહેતા રમજુ ગાભા કોળી પાસે રહેવા લાગ્યો હતો એ દરમિયાન રમજુની દીકરી જે માનકુવા ગામે પરણી હતી પરંતુ તેના છૂટાછેડા થઈ જતા તે પિતા પાસે રહેતી હતી નિર્મલા અને મરણ જનાર રાજેશ વચ્ચે આંખ મળી ગઈ હતી અને બંને જણા કાનજી રાણાજી સોઢાની વાડીએ ખેત મજૂરી કરવા લાગ્યા હતા આ દરમિયાન ગુરુપૂર્ણિમાના દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બબાલ થતાં નિર્મલાએ રાજેશને ગળે ટૂંપો આપી દીધો હતો અને આ ઘટના વાડી માલિકની દીકરી જોઈ જતા તેણીએ રાજેશના મામા રમેશને વાત કરતા હત્યાનો પર્દાફાસ થઈ ગયો હતો. અત્રે યાદ અપાવીએ કે માધાપરના યુવાનની જમીનમાં દટાયેલા લાશ મળી આવ્યા બાદ અમારા ન્યુઝ દ્વારા હત્યાના અણસાર સાથે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી આખરે આ અહેવાલને અત્યારના ઘટસ્ફોટ સાથે સમર્થન મળ્યું છે.
નિતેશ ગોર – 9825842334