Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢસીસા ગામે સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી

ગઢશીશા ગામે ઉમિયા નગર શેરી નંબર 3 માં સીસી રોડ બનાવવા પ્રશ્ને બે જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી બંને પક્ષે સામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હકીકત એવી છે કે ગઢશીશા ગામે ઉમિયા નગર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે શેરી નંબર 3 માં સીસી રોડ બનાવતી વખતે બબાલ સર્જાઇ હતી જેમાં ચેતન વસંતલાલ છાભૈયાએ નોંધાવેલી ફરિયાદમાં મોભીન સુલેમાન રાયમાં, આમદ ઇલિયાસ રાયમા તથા રજાક રાયમા સહિત આઠ જેટલા ઈસમોએ અહીં સી સી રોડ શા માટે બનાવો છો કહી ગાળાગાળી કરી આ જમીન વકફ બોર્ડની છે તેમ કહી કુહાડી અને લાકડીઓ વડે હુમલો કરી એક બે વ્યક્તિને ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. જ્યારે સામાપક્ષે કાસમ અબુબકર રાયમાઅે, ચેતન છાભૈયા સહિત સાત જણા સામે મારામારીની સામી ફરિયાદ નોંધાવી હતી જેમાં વકફ બોર્ડની જમીન પર ગેરકાયદેસર સીસી રોડ બની રહ્યાનો આરોપ લગાવ્યો હતો. ગઢશીશામાં બનેલી મારામારીની આ ઘટનાએ ભારે ચકચાર છે.

અહેવાલ : ઉમેશ ગઢવી દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

માંડવી તાલુકાના કોજાચોરા ગામે માલધારીની કરપીણ હત્યા

ડ્રેગન ફ્રૂટની ઓળખ એટલે “કમલમ ફ્રૂટ” કચ્છમાં સોનાની ખેતીનો સફળ પ્રયાસ

ગાંધીધામ ખાતે પરાણે પ્રીત કરવી યુવાનને મોંઘી પડી… પોતાના જીવથી હાથ ધોવા પડ્યા

Kutch Kanoon And Crime

Leave a comment