Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

નાપાક છ પાકિસ્તાનીઆે સાથે જખૌ નજીક દરિયામાંથી ૪૦૦ કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો

કચ્છની જળ સીમા નાપાક પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ પેસેજ છે તેનું વધુ એક ઉદાહરણ આપતી સનસનાટીભરી ઘટનામાં ભારતીય સીમામાં રૂપિયા ૪૦૦ કરોડના 77 કિલો હેરોઇનનો જથ્થો આપવા આવતા છ પાકિસ્તાની કેરિયર સાથે પાકિસ્તાની બોટ અલ હુસેનને ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઝડપી લેવાઈ હતી. આજે સવારે મળતી માહિતી પ્રમાણે નાપાક પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલ હુશેન નામની એક બોટ દ્વારા કરોડોની કિંમતનો હેરોઇન મોકલાઈ રહ્યું છે તેવી ગુપ્ત બાતમીના આધારે ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ (ATS) અને ભારતીય તટરક્ષક દળ દ્વારા ગતરાત્રે ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે જખૌ નજીક વોચ દરમિયાન બાતમી વાળી પાકિસ્તાની બોટ અલ હુસેન શંકાસ્પદ હિલચાલ કરતા નજરે ચઢ્યા બાદ તટ રક્ષક દળ અને ATS દ્વારા સંબંધિત બોટને ઘેરી તલાસી લેવાતા તેમાંથી છ પાકિસ્તાની કેરીયરો સાથે બોટની તલાશીમાં 77 કિલો હેરોઇનના પેકેટ મળી આવ્યા હતા આ ઓપરેશન બાદ તમામ પાકિસ્તાનીઓને અલ હુસેન બોટ સાથે તાબામાં લઇ જખૌ બંદર પર લાવવામાં આવ્યા છે અને આ તમામની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. આ તમામ પાકિસ્તાનીઓની ધરપકડ બાદ પશ્ચિમ કચ્છ પોલીસને આ આરોપીઓ સોંપવામાં આવશે આ તમામ સામે જખૌ મરીન પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે. હાડ થિજવી નાખતી ઠંડીમાં વિક્રમી માત્રામાં હિરોઇનનો જથ્થો મળી આવતા અને તેની સાથે છ ઈસમો પણ પકડાઈ જતાં સ્થાનિક સલામતી તંત્રોમાં ગરમાવો આવી ગયો છે. આ ઘટનાની સાથે જ પાકિસ્તાનની નાપાક ડ્રગ્સ માફિયાઓ દ્વારા કચ્છની જળ સીમા સોફ્ટ પેસેજ બની હોવાનું સ્પષ્ટ રીતે ચિત્ર ઉપસી રહ્યું છે નોંધનીય છે કે કચ્છમાં જળસીમામાંથી ચરસ અને હીરોઇન જેવા માદક પદાર્થો પકડાયાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે તાજેતરમાં આ રીતે બિનવારશું હાલતમાં મળેલ ચરસના પેકેટો હાથ વગા કરીને તેનું વેચાણ કરતા બે ઈસમો તાજેતરમાં જ ઝડપાયા છે જેમાં એક ભુજનો ઇસમ અને એક સુથરીના ઈસમનો સમાવેશ થાય છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં ધો.12 સાયન્સ પ્રવાહનું 74.69% પરિણામ: 1.76% ઘટાડો: કચ્છે A1 ગ્રેડનું સ્થાન ગુમાવ્યો

Kutch Kanoon And Crime

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી ગયેલા અને એક સમયે ગુજરાતના ડોન લતીફના ઘર સુધી પહોંચનાર એ.કે. જાડેજાનું નિધન

Kutch Kanoon And Crime

અબડાસાના હાજાપર ગામના જરુરતમંદ પરીવારોની મદદએ આવ્યા કોઠારા પી.એસ.આઈ જાડેજા

Kutch Kanoon And Crime

Leave a comment