Kutch Kanoon And Crime
InternationalKutch

મુંબઇથી માંદરે વતન ક્ચ્છ તરફ આવનાર દરેક મુંબઇઘરા કચ્છીજન નિયમનું પાલન કરે : માંદરે વતનમાં તેમનું સ્વાગત છે

વહાલા કચ્છવાસીઓ સાદર પ્રણામ આજે એક વિષય લઇને આપની સમક્ષ ઉપસ્થીત થયો છું વર્તમાનમા વિશ્વ મહામારીના લીધે ત્રાહીમામ પોકારી રહ્યુ છે દરેક માનવ ભવિષ્ય માટે ચીંતીત છે અને એમાથી આંપણે પણ બાકાત નથી શું થસે..? એવા અનેક પ્રશ્નોના વાવાજોળા આવી રહ્યા છે છતાય કચ્છી માડુનો માં આશાપુરા પ્રત્યેનો ભરોસો તેને આશ્વાસન આપી રહ્યુ છે અને માં ના ખોડા માં માથુ મુંકી ને કચ્છી પ્રજા મીઠી નીંદર માંળી રહી છે. મે વિશ્વમા કચ્છી પ્રજા જેવી ખુમારી વાળી ને ઉદાર પ્રજા ક્યાંય જોઇ નથી આટલી કુદરત્તી આફતો આવી છતાય આજે આપણે અડીખમ ઉભા છીયે તે આપણી ખુમારી છે અને આ કુદરત્તી આપત્તી વખતે આપણી સાથે આપણા કચ્છના જ મુંબઇ કે વિશ્વમાં ક્યાંય પણ વસતા વહાલા વતન પ્રેમીઓ એ આપણને સાથ આપ્યો છે અંદાજીત ૧૦૦૦૦૦૦ દસ લાખ કચ્છી ઓ કચ્છ બહાર વસે છે તેમા મોટા ભાગના મુંબઇને પોતાની કર્મભુમી બનાવીને કચ્છનુ નામ રોશન કરી રહ્યા છે વતનમાં કાઇ પણ મુશ્કેલી હોય મુંબઇ વાસી કચ્છની રાતદિવસ ચીંતા કરતા રહે છે ભુંકપ વખતે એજ દિવસે ચાર્ટર પ્લેન લઇને માદરે વતન મદદ માટે પહોચવા વાળા અનેક ભાઇયોને હું ઓડખુ છું પોતે રાત દિવસ મજુરી કરે ટ્રેનમા લટકતો લટકતો રાત્રે ૧૨ વાગે પોતાના પરીવાર પાસે પહોચે આટલી મહેનત કરીને માંડ બૈ પૈસા ભેગા કરે અને જ્યારે એને ખબર પડે કે કચ્છ મા દુષ્કાળ છે નૈ ગૌ માતા ભુખી છે ત્યારે પોતાની જીવનભરની કમાણી ગાયો માટે આપી દીયે એવા વિરલાને હું ઓડખુ છું મુંબઇમાં નાના એવા ઘરમા રહેતો હોય પણ વતનમા લાખોના ખર્ચે મકાન બનાવે ગ્રામના વિકાસમાં સહુથી વધારે યોગદાન મુંબઇઘરા ક્ચ્છીનો હોય. ગેટ મુંબઇ વારા બનાવે, બસ સ્ટેશન, સ્કુલ, ગૌશાળા, અવાળા, વૃક્ષારોપણથી કરીને અનેક પ્રવૃતીઓમા સૌથી વધારે ફાળો મુંબઇઘરા ક્ચ્છીનો હોય અને એજ મુંબઇઘરા ક્ચ્છીઓ કચ્છમા આવે તો દુધ ના ભાવ વઘી જાય રીક્ષાભાડા ડબલ થઇ જાય અને સ્થાનીક ગ્રામવાસી કટાક્ષ કરે કે (મુંભઇ વારા મડ મડ હથમે આયાં અયી મેડ કરે ગનો) આવા શબ્દો બોલે તોય તે હસતા હસતા પૈસા આપે આજ વતન પ્રેમીઓ કોરાના મહામારીના કારણે આજે જ્યારે કચ્છ તરફ મીટ માડીને આવવા માટે તલખી રહ્યા છે ત્યારે મુંબઇઘરા ક્ચ્છીઓના સહયોગથી બનેલા ઓટલા ઉપર બેસીને ઓટલા તોડવામા સહયોગ આપવા વારા અમુક વિદ્વાનો તેમના પ્રત્યે તિરસ્કારની નજરથી જોઇને એમને ધુત્કારી રહ્યા છે ત્યારે વતનમા આવીને પોતાના ઘરમાં પોતાનુ ખાવા પીવા વાળાએ મુંબઇઘરા ક્ચ્છીને વેદના થાય છે તેની વ્યથા લખી શકાય તેમ નથી જ્યારે એમના માટે એવા શબ્દો વાપરે કે (કોરાના ડનેલા આવ્યા અઈ) ત્યારે તેમનુ દિલ તુટી જાય છે એ અહીયા નહી આવે તો ક્યાં જસે લાખોના ખર્ચે પોતાના ગામમા મકાન સેના માટે બનાવ્યા છે આવા સમયે કામ ન આવે તો વતન શું કામનુ એને એટલી ખબર છે કે કેમ રહેવુ એટલી દરકાર કરતા એને પણ આવડે છે કે મારા કારણે મારા વતનને તકલીફ ન થવી જોઇયે. એ કોઇને મુશ્કેલીમા મુકવા નથી આવ્યા. આપ બધા કચ્છવાસીઓને મારી એક બ્રાહ્મણ તરીકે વિનંતી છે કૃપા કરી બહારથી પધારેલા આપણા દરેક ભાઇયોને પ્રેમથી સત્કારો હા આવનાર દરેક મુંબઈઘરા ક્ચ્છીઓ નીયમોનુ પાલન ન કરે તો સુરક્ષાની બાબત મા સલાહ આપી સકાય પણ એને હ્રદયને ચોટ પહોચે એવા કોઇ શબ્દો નો ઉપયોગ ભુલે ચુકે પણ ન થવો જોઇયે આજે આ મુશ્કેલી ના સમયમાં આપણે એમને સાથ આપીયે મુંબઇ વાસીઓના અનેક ઉપકાર આપણા ઉપર છે આપણને અવસર મલ્યો છે એમની સેવાનો. બને તેટલો એમને સહયોગ આપીયે એજ આપણી કચ્છની સંસ્કૃતિ અને સંસ્કાર છે વધારે લખાયુ હોય તો ક્ષમા કરજો પંરતુ આજે મુંબઇથી આવેલા એક ફોનના કારણે આ લેખ લખવા મજબુર થયો છું તેમને વ્યથીત હ્રદયે કીધુ કે, મારાજ અમે કચ્છમા આવીયે એ અમુક ગામ વાળાને પોસાતુ નથી. તેઓ જેવી તેવી વાતો કરે છે એમની વેદનાથી વ્યથીત થઇને આ લખી રહ્યો છું આપણને માં આશાપુરા જલ્દીથી આ આફતમાંથી બહાર લઇ આવસે એ વિશ્વાસ સાથે આપ બધા સુરક્ષિત રહો ઘરમાં રહો તેવી અપીલ કરું છું વધુમાં ક્ચ્છ તમારી જન્મભૂમિ છે અને મુંબઇ તમારી કર્મભૂમિ તો તમેં તમારી કર્મભૂમિને મૂકીને આવતા પહેલા એક વખત વિચાર કરજો કચ્છીઓના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે પણ હાલની પરિસ્થિતિને જોતા જન્મભૂમી સાથે કર્મભૂમિને પણ યાદ રાખવા જેવું છે જે કર્મભૂમીએ તમને ઘણું બધું આપ્યું છે અને હંમેશા તમારી મહેનત પ્રમાણે આપસે જ. પણ તમે જ્યારે પણ વતનની વાટ પકડો ત્યારે તમે પોતે પોતાના ગામળે આવિને સરકારી નિયમ પ્રમાણે તંત્રને જાણ કરશો સાથે હોમ કોરેન્ટાઇન થઈ જજો જેથી આ વિશ્વ મહામારીને આપણે હરાવી શકીએ. એક પત્રકાર તરીકે અને એક ક્ચ્છી તરીકે સાચું બોલવું સાચું લખવું એ મારો ધર્મ છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે એકનો જીવ લેનાર ગેંગવોર મામલે 16 આરોપીઓની ધરપકડ : અદાલતે સાત દિવસના રિમાન્ડ આપ્યા

Kutch Kanoon And Crime

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Kutch Kanoon And Crime

ત્રણેક વર્ષ અગાઉ ખત્રી તળાવ પાસે ગઢવી યુવાનની હત્યાનો આરોપી આકાશ આર્ય હવે નિખિલ ડોંગાને નાસવામાં મદદગારીમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment