(આજે ગૃહ મંત્રી રાજનાથસિંહની લેહ લડાખ મુલાકાત રદ કરીને ખુદ વડાપ્રધાન લેહ સુધી પહોંચી જતા દુનિયાભરમાં હલચલ મચી ગઈ)
લડાખ સીમાએ ગલવાન ઘાટી નજીક ભારત અને ચીન વચ્ચે થયેલી બબાલ બાદ ચાઇના દ્વારા અટકચાળા ન અટકતા બંને દેશોએ પોતપોતાના જવાનો સામસામે ખડકી દીધા છે ભારતે ચાઇનાની 59 એપ બંધ કરીને ચાઇનાને તમાચો માર્યા બાદ સીમા પર વધેલા તનાવને લઈને આજે આપણા ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ લડાખ મુલાકાતે જવાના હતા એ મુલાકાત એકાએક રદ થયા બાદ આજે આશ્ચર્ય જનક રીતે ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહોંચી જતા દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે વડાપ્રધાન શ્રી મોદી આજે એકાએક ૧૧ હજાર ફીટની ઊંચાઈ પર આવેલા નીમું ફોરવડ પોસ્ટ પહોંચ્યા હતા જ્યાં તેઓ થલસેના વાયુ સેના અને ITB ટીના જવાનોને મળ્યા હતા અને સીમા પરની પરિસ્થિતિની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન શ્રી મોદી સાથે CDS શ્રી બિપિન રાવત પણ સાથે રહ્યા હતા દેશના વડાપ્રધાનની એકાએક સીમા મુલાકાતને લઇને ચાઇનામાં હડકંપ મચી ગયો છે તો ભારતમાં જવાનોની સાથે સાથે દેશના નાગરિકોમાં જોમ અને જુસ્સો જોવા મળે છે વડાપ્રધાન શ્રી મોદીની આ મુલાકાતે દુનિયાના અનેક દેશોમાં આશ્ચર્ય સર્જી દીધું છે તો પાડોશી પાકિસ્તાનમાં તો રીતસર હડકંપ મચી ગયો છે અને અનેક દેશો આ મુલાકાત પર નજર રાખી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીની લેહ મુલાકાતના પગલે ચીનમાં જિનપિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે કારણ કે ગલવાન ક્ષેત્રમાં સર્જાયેલી આ અથડામણમાં ચાઇનાના 43 થી વધુ જવાનો માર્યા ગયા હતા ચીન સરકાર દ્વારા જવાનો અંગેની કોઇ જ માહિતી જાહેર ન કરી જવાનોનું રાાાષ્ટ્રી સન્માન પણ નથી ત્યારે બીજી તરફ ભારતના 20 જવાન શહીદ થયા બાદ શહીદ જવાનોને પુરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપીને શહીદોના પરિવારના મનોબળને મજબૂત કરાયો હતો અને હવે ખુદ વડાપ્રધાન વોર ફ્રન્ટ પર પહોંચી ત્યાં ફરજ બજાવતા જવાનોના હોસલાને મજબૂત કરી રહ્યા છે વડાપ્રધાનની આજની આ મુલાકાતને અત્યંત મહત્વની ગણવામાં આવે છે.
નિતેશ ગોર : 9825842334