કચ્છ જિલ્લામાં આજે વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયાની સાથે ગત ૨૫મી તારીખે કોરોના પોઝિટિવ કેશ તરીકે હોસ્પિટલમાં દાખલ થયેલા GMDCના એન્જિનિયરનો આજે મૃત્યુ થયું હતું એ સાથે જ કચ્છમાં કોરોના મહામારીના કારણે મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે દરમિયાન GMDCના એન્જિનિયર જહીર જમીનઅલી માકરાણી નામના આધેડ 21 જુને અમદાવાદથી આવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતા તેને પગલે તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જાહીર અલી અમદાવાદ ઉપરાંત અંકલેશ્વર વગેરે પણ ગયા હતા તેઓ હાઈપરટેન્શન અને મોટાપાની બીમારીથી પીડાતા હતા અને ભુજની હોસ્પિટલમાં કોવિંદ સેન્ટર ખાતે સારવાર દરમિયાન આજે રાત્રે 8 : 11 વાગ્યાના અરસામાં મૃત્યુ પામ્યા હતા મૃતકની અંતિમ વિધિ પણ સરકારી ગાઇડલાઇન પ્રમાણે સ્થાનિકે કરવામાં આવી હતી.
નિતેશ ગોર : 9825842334