રેન્જના પોલીસ મહા નિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી, પોલીસ અધિક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડપૂર્વ કચ્છ ગાંધીધામનાઓ હાલમાં કોરોના વાયરસ જેને સરકાર વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોય જે અનુસંધાને સમગ્ર ગુજરાતને લોકડાઉન જાહેર કરવામાં આવેલ જે અનુસંધાને જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધવા અને અટકાવવા તથા મિલકત સબંધી ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હોઇ નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇસ્પેક્ટર અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આજથી એક માસ પહેલા અંજારના દબડા ચોકડી પાસે મંગલસૂત્ર સ્નેચિંગનો બનાવ બનેલ હતો આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોઈ જે ગુનાનું આજ દિન સુધી કોઇ આવ્યો ન હોઈ જેમાં ગુનાના કામે ઉપયોગમાં લીધેલ ગ્રે કલરની સેન્ટ્રો ગાડી અંગે હકીકત મેળવી સંડોવાયેલા આરોપીની બાતમી મેળવી આરોપી રાજુ ગોવિંદ ગોહિલ, (આહીર), કબૂલાત કરતાં હોઇ તેની સાથેના સહ આરોપી વિમલનાથ બટુકનાથ નાથબાવા અને રાજેશ કમલેશભાઈ ગરવા અંજારવાળા સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત જણાવેલ જેથી ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલ. પ્રવક્તાએ ગુનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપીઓ વિરૂદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોધાયેલ હતો ગુનો તેમજ ભુજ સીટી બી/ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુના નોંધાયેલ હતો. જેનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. આ કામગીરીમાં અંજાર પી.આઈ., એ.જી. સોલંકી, પોલીસ સબ ઇસ્પેક્ટર જી.કે. વહુનીયા, એ.એસ.આઇ., ઈકબાલ આરબ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રભાઈ પુરોહિત, જયુભા જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જાડેજા, ગૌતમભાઈ સોલંકી, નિલેશગિરી ગોસ્વામી, બાલુભાઈ ગરેજાનો સમાવેશ થાય.
નિતેશ ગોર – 9825842334
દિનેશ જોગી પૂર્વે ક્ચ્છ