કોરોના વાયરસને ભાગે સમગ્ર ભારતદેશ લોકડાઉનમાં છે ત્યારે લોકડાઉનનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તે જોવા અને તકેદારી રાખવા પોલીસ પ્રશાસન રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા આદેશનું પાલન પણ ભારત દેશની જનતા કરી રહી છે તો સરકારના આ આદેશનું પાલન જિલ્લા ભાજપ પ્રમુખના ભાઈ એવા ચંદુલાલ શિવદાસ પટેલ સાયદ ન કરતા હોય તેમ તેઓની કાર શેખપીર પાસેથી આવી રહી હતી તે વખતે આવતા જતા દરેક વાહનોનું ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે ચંદુલાલ પટેલની કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી અને કાયદા મુજબ તેઓની કારનું પણ પોલીસે લોકડાઉના ભાગે શેખપીર ચાર રસ્તા પાસે ચેકીંગ કરાતાં ચંદુલાલ પટેલ પાસેથી ધારદાર છરી અને દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે ચંદુલાલ પટેલે પોતે કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખનો ભાઈ છે તેવી ઓળખ બતાવતા કડક છાપ ધરાવતા અધિકારી કર્મચારીએ લાલ આંખ બતાવતા તેમની સામેં લોકડાઉનના સમયે છરી અને દારૂ સાથે મળી આવતા પધ્ધર પોલીસ સ્ટેશનમાં 65એ, 65ઈ અને 99 મુજબનો ગુનો દાખલ કરી કુલ રૂપિયા 1,00,300/-નો મુદામાલ કબ્જે કરતા ચકચાર મચી ગઇ છે. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલના ભાઈ પોતે લોકડાઉનનું ભંગ કરતા સાથે છરી લઈ ફરતા તેઓને પરચો બતાવ્યો હતો. ત્યારે જૂની કહેવત યાદ આવી જાય છે જેમાં ખેડૂત “છાસ લઈને અને દાડમ લઈને” ફરતા હોય છે તો હાલના સમયમાં ચંદુલાલ શિવદાસ પટેલ જેઓ પોતે ખેડૂત છે અને “છાસના બદલે છરી અને દાળમના બદલે દારૂ” સાથે પકડાઈ જતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે. આ કાર્યવાહીમાં પધ્ધર પોલીસના કર્મનિષ્ઠ અધિકારીઓને સેલ્યુટ કરવુ પડે તેમ પણ ચર્ચા થવા લાગી છે તો કાયદો કોઈનો રખેવાળ નથી તે પણ પશ્ચિમ ક્ચ્છ પોલીસે સાબિત કરી દીધું છે.
નિતેશ ગોર – 9825842334