Kutch Kanoon And Crime
GujaratBhujIndiaKutchSpecial Story

પશ્ચિમ ક્ચ્છ પોલીસ ભુજ વિભાગના ડી.વાય.એસ.પી., જે.એન. પંચાલની નિગરાનીમાં પ્રજા સુરક્ષિત છે તે સાબિત થઈ ગયું

કર્તવ્યનિષ્ઠ અને કડક પોલીસ અધિકારી આને કહેવાય સાલમ છે આવા અધિકારીને જેઓની નિગરાની હેઠળ પશ્ચિમ ક્ચ્છની પ્રજા સુરક્ષિત છે. લોકડાઉનના ભાગે શુમશામ ભાસતા રસ્તાઓ પર માનવ મેદની જોવા પણ નથી મળતી તેવામાં ભુજ વિભાગના ડી.વાય.એસ.પી., જે. એન. પંચાલ રાઉન્ડમાં હતા ત્યારે તેઓને અચાનક એક માહિલા નજરે ચડતા આ મહિલાની બોડી લેન્ગવેજ સામાન્ય ન લાગતા ડી.વાય.એસ.પી. પાંચાલે તત્કાલિક પોતાની કચેરીની મહિલા કોન્સ્ટેબલ કોમલ મારુને સ્થળ પર આવી જવા જણાવ્યું હતું. પરંતુ આ કોન્સ્ટેબલ આવે તે પહેલા અજુગતું વર્તાવ કરતી મહિલા ભુજ કોર્ટના પરિસર સુધી પહોંચી ગઈ હતી ત્યારે ઘટના વધુ ગંભીર ન બને તે માટે તાત્કાલિક મહિલા પી.આઈ., લગધીરકાને પણ બોલાવી લેવાઇ હતી ત્યારે આવેલા મહિલા અધિકારી અને ડી.વાય.એસ.પી., પંચાલ દ્વારા આ મહિલાની હલન ચલનની બારીકાઈથી તપાસ કરતા આ મહિલા ભુજના ટી.બી. હોસ્પિટલ પાસેથી બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના પતિ સાથે સામાન્ય મુદ્દે બબાલ થતા મહિલાને લાગી આવતા આ મહિલા આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઈ હતી જે મહિલાને સાંત્વના આપી 108 દ્વારા તેની સારવાર કરી તેને ઘરે પહોંચાડાઈ હતી. ભુજ વિભાગના ડી.વાય.એએ.પી., જે.એન. પંચાલની સતર્કતાએ એક પરિવારનો માળો વિખેરાતા બચાવી લીધો હતો.

નિતેશ ગોર – 9825842334

Related posts

ભચાઉના માય ગામે જમાઈની હત્યા કેસમાં આરોપીઓને ઝટકો : સરકારી વકીલ ડી.બી. જોગીની ધારદાર દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસે શંકાસ્પદ ડીઝલ સાથે એક શખ્સને પકડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment