Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

અંજારના મેઘપર બોરીચી ખાતે આવેલ પુરુષોત્તમ નગરમાં રહેતા રાજસ્થાની દંપતી પાસેથી 1 કરોડ 12 લાખનો હેરોઇન ડ્રગ્સ ઝડપાયો

પૂર્વ કચ્છ પોલીસવળા સાગર બાગમારને મળેલી ગુપ્ત બાતમીના અનુસંબધાને પૂર્વ કચ્છ SOG ટીમને આદેશ આપીને અંજાર નજીકના મેઘપર બોરીચી ગામે આવેલ પુરુષોત્તમ નગર વિસ્તારમાં ડ્રગ્સ વેચાણ થતું હોવાની તપાસ કરવાના આદેશ બાદ ઇન્ચાર્જ SOG, PI અને તેમની ટીમે પુરુષોત્તમ નગરમાં આવેલ મકાન નંબર 13માં દરોડા પાડી મૂળ બાડમેર જિલ્લા રાજસ્થાનના કોલકજા ગામના અને હાલ અહીં મેઘપર બોરીચી પુરુષોત્તમ નગરમાં રહેતા દંપતી જગદીશ ગંગવિસન બિશ્નોઇ અને તેની પત્ની વિજય રાજે બિશ્નોઇની અટક કરી તેમના ઘરની તલાસી લેવાતા બ્રાઉન કલરનો હેરોઈન 97.960 ગ્રામ તથા પીળા કલરમાં રહેલ હિરોઈન 125.150 ગ્રામ કુલ મળી 1,11,55550 એટલે કે દોઢ કરોડથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે દંપતીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો, કઈ રીતે તેનું વિતરણ કરવાનું હતું. કેટલા સમયથી આ નેટવર્ક ચલાવવામાં આવે છે. પકડાયેલ આરોપી દંપતિ સિવાય અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તે અંગેની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદ મામલે કચ્છમાં સ્વેચ્છીક રીતે રાજકીય હોદ્દાનું પહેલું બલિદાન…

Kutch Kanoon And Crime

સામાજિક ન્યાય પખવાડિયુ કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે અન્ન વિતરણ કાર્યક્રમ યોજાયું

ફેમ ઇન્ડિયા – એશિયા પોસ્ટે જાહેર કરેલ ૨૫ શ્રેષ્ટ સાંસદોમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

Leave a comment