કોરોના વાયરસને ભાતરદેશમાંથી નેસ્ત નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા એક જબરદસ્ત પહેલ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે ભારતદેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તો આ લોકડાઉનના પગલે ભારતદેશમાં અલગ અલગ રાજ્યો જિલ્લાઓમાં વસવાટ કરતા શ્રજીવીઓ રોજે રોજ કમાઈને રોજે રોજ ખાવા વાળાઓને સરકાર દ્વારા અથવા તો જિલ્લામાં સેવાકીય કાર્યો કરતી સંસ્થાઓ દ્વારા જીવન જરૂરી ચીજવાસ્તુઓનું વીતરણ કરવામાં આવી રહ્યું છે.
તેવામાં જિલ્લામાં અદભુત સેવાકીય કાર્યો કરતી શ્રી રામ સેના યુવા ગ્રુપ દ્વારા આવા જરૂરત મંદોને દરરોજ બેય ટાઈમ જમવાનું આપવામાં આવે છે અને તેમની જરૂરત પૂરતી મેડીકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે આ સુંદર કાર્ય કરતા શ્રી રામ સેનાના યુવા ગ્રૂપના પ્રમુખશ્રી પાર્થ સાધુ તેમજે તેમની ટીમમાં અશોકભાઈ આહીર, દિનેશભાઇ જોગી, નાગજીભાઈ રબારી, ગોપાલભાઈ રબારી, હર્ષદભાઈ સાધુ, હિરેનભાઈ ગોસ્વામી, ગનીભાઈ થેબા, રામભાઈ નેપાલી, પપુ ગનીભાઈ, સુમિતભાઈ ગોસ્વામી, તેમજ ગ્રુપના તમામ ભાઈઓ સાથે મળીને સતત કાર્યશીલ રહી અત્યારની વિકટ પરિસ્થિતિ સામે આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તો અંજારના આસપાસના વિસ્તારમાં આ સેવાકીય કાર્યા કરવામાં આવે છે. જેમાં બપોરે અને રાત્રે જરૂરત મંદોને બેય ટાઈમ જમવાનું આપવામાં આવે છે.
નિતેશ ગોર – 9825842334