દબાણ કરેલ ભંગારનો વાળો ખાલી કરી દેવા અને સરકારને સુપ્રત કરવા પણ સૂચના અપાઈ છે…
ભૂજ તાલુકાના ભારાપર ગામે આવેલ સીમ સર્વે 30 અને 31 વાળી સરકારી જમીન પર ભારાપરના સભ્ય લતીફ હુસેન કુંભાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને આ દબાણ પર ભંગારનો વાળો બનાવી દેવામાં આવ્યું હતું જેની અરજી અરજદાર શ્રી નવિનગીરી દેવગિરી ગોસ્વામીએ તારીખ 10/03/2023, ના રોજ કરેલી હતી. જે અરજીના આધારે બળદિયા સર્કલ ઓફિસર દ્વારા તપાસ આદરી હતી જેમાં અલગ અલગ સમયે અલગ અલગ પંચો દ્વારા સ્થાનિકે જઈ પંચનામુ કરી ખરાઈ કરવામાં આવતા આખરે તારીખ અરજદાર શ્રી નાવિનગીર દેવગીરી ગોસ્વામીની અરજી મુજબ સત્ય સાબિત થયા સરકારી જમીન પર થયેલુ દબાણ અને તેના પર બનાવી દેવામાં આવેલ ભંગારનો વાળો ગેરકાયદેસર હોય દબાણ કરનાર ભારાપરના સદસ્ય લફિત હુસેન કુંભારને સરકારી રેકર્ડ 1% મુજબ 3640 રૂપિયા ભરવાનું અને તાત્કાલિક દબાણ વાડી જમીન ખાલી કરી સરકારશ્રીને સુપ્રત કરવા સૂચના અપાઇ છે. જોકે ભૂજ સિટી તેમજ ગ્રામ્ય સીમ સર્વેમાં આવા અનેક દબાણો અનેક જગ્યા જગ્યાએ થયેલા છે જેમાં ગૌચર જમીન તેમજ સરકારી ખરાબાની જમીન પર પ્લોટો બનાવી દબાણો થઈ ગયા છે જે અરજીઓની હાલ તપાસ ચાલુમા હોય થોડા સમયમાં નવાજૂની થવામાં એંધાણ પણ મળી રહ્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334