Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ નજીકના માધાપર ગામે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નાકામ પ્રયાસ

ભુજની ભાગોળે આવેલા અને ભુજના માધાપર ગામે આજે બપોરે ધમધમતા માર્કેટ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. લુટારોનો પ્રતિકાર કરવા જતા જ્વેલર્સના માલિક પર હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કરી દેવાયો હતો. માધાપર ગામે આવેલ ‘હરેકૃષ્ણ જવેલર્સ’ નામની દુકાનમાં આજે બપોરે એક/બે ઈસમ દુકાનમાં ઘૂસી આવ્યો હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ દુકાનના માલિકે પ્રતિકાર કરવા જતા દુકાન માલિક પર હુમલો કરી લૂંટારું ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ પોલીસ પ્રશાસનની ધાક સામે સવાલ ઊભા કર્યા છે માધાપર ગામે આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનની નજીકમાં જ બનેલી આ ઘટનાએ કચ્છમાં કાયદો વ્યવસ્થા નબળી થઈ ગઈ હોય તે પુરવાર કરે છે. તાજેતરમાં જ બે દિવસ અગાઉ અંજાર ખાતે એક માથાભારે ઈસમ દ્વારા શ્રમજીવીઓના ભૂંગા સળગાવી નાખ્યાની ઘટના અને ત્યારબાદ આજે માધાપર ખાતે લૂંટના નિષ્ફળ પ્રયાસની બનેલી ઘટના સહિતની કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિના દરમિયાન બનેલી ઘટનાઓ કાયદો વ્યવસ્થા સામે સવાલ સર્જે છે. અપરાધીઓમાં કોઈ પણ જાતનો પોલીસનો ભય ન હોય તેમ અપરાધોને અંજામ આપી રહ્યા છે. ત્યારે હવે આવા અપરાધીઓને અંકુશમા લેવા ખૂબ જ જરૂરી છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે ખાસ કરીને ગુજરાતમાં પોલીસ પ્રશાસનની ધાક બેસે તેવા કોઈ કામ કરાયા નથી, જેના ભાગે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખૂબ કથડી રહ્યા છે ત્યારે હવે ફરી એક વખત ગુજરાત પોલીસે કઈ કડક રીતે પગલા ભરવાની જરૂર છે. નોંધનીય છે કે પોલીસે લૂંટારૂઓને પકડવા ચારે બાજુ નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ક્સ્ટોડીયલ ડેથ કાંડના પોલીસ કર્મચારી આરોપી ગફુરજી ઠાકોર અને GRD જવાનના 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

ભુજ તાલુકાના એક સમૃદ્ધ ગામના સરપંચના રંગીન મિજાજી ખેલમાં ગામ બન્યું નધણીયાતું

Kutch Kanoon And Crime

અબડાસાના મોટી સિંધોડી દરિયા કિનારેથી માદક પદાર્થના બે પેકેટ મળી આવતા મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

Leave a comment