Kutch Kanoon And Crime
AbdasaKutchPoliticsSpecial Story

અબડાસાના ધારાસભ્યની વાત સરકાર સાંભળતી નથી…!!

વાયરલ થયેલા સમાચારોને લઈને કચ્છમાં ચકચાર…

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લખપત તાલુકાના નાની છેર થર્મલ પાવર પ્લાન્ટ માંથી સ્થાનિક એવા 350 જેટલા કામદારોને છૂટા કરી દેવાયાની બાબતે સરકારશ્રીમાં રજૂઆત કર્યા છતાં દાદ ન મળતા શ્રી જાડેજાએ ગુજરાતના રાજ્યપાલશ્રી સમક્ષ રજૂઆત કર્યા અંગેના વાયરલ થયેલા સમાચારોએ કચ્છ જિલ્લામાં રાજકીય ચકચાર મચાવી દીધી છે. વાયરલ થયેલા સમાચારોમાં શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ ગુજરાતના રાજ્યપાલ સમક્ષ એવી રજૂઆત કરી હોવાનું કહેવામાં આવ્યું છે કે (લોકો પાસે ભાજપના નામે મત માંગીને ધારાસભ્ય બનેલા ભાજપના ધારાસભ્યોની હાલત કફોડી થઇ છે તેઓ કહે કે, અમે એ વસ્તારની સમસ્યાને વાચા આપી સકતા નથી, કેમ કે અમારું કોઈ સાંભળતું નથી..!) અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ અંગે મંત્રીઓ મુખ્યમંત્રી સહિત તમામને રજૂઆત કર્યા બાદ અંતે રાજ્યપાલનું શરણું પકડ્યું હોવાનું અને મુખ્યમંત્રી કે મંત્રીઓ સાંભળતા જ નથી. પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું છે કે અબડાસા ખાતે આવેલા થર્મલ પાવર પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક છુટા કરી દેવાયા છે જેના કારણે 350 જેટલા પરિવારો રોજીરોટી વિનાના થઈ ગયા છે. આ રજૂઆતના પગલે ભારે ચકચાર મચી છે અને એ હકીકત હોય તો સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારમાં કચ્છનું કંઈ ઉપજતું નથી અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ચાડીયા બનીને બેઠા છે..!!

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

વાગડ વિસ્તારમાં ચકચાર મચાવનાર હમીરપર હત્યા કેસમાં વિધ્વાન વકીલ હેતલકુમાર સોનપાર અને વિનોદ મકવાણાની ધારદાર દલીલો કામે લાગી : એકના જામીન મંજુર

Kutch Kanoon And Crime

10 કરોડની ખંડણી વાળા હનીટ્રેપ મામલામાં પકડાયેલ આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાના સાત દિવસના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

અબડાસાના જસાપર નજીક સાંઢાના શિકાર કરતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

Kutch Kanoon And Crime

Leave a comment