Kutch Kanoon And Crime
CrimeBreaking NewsGujaratKutchMundra

મુન્દ્રા પોલીસનો બુટલેગરો પર સપાટો : છેલ્લા ઘણા સમયથી દારૂ-ગાંજા સહિતના કેશો શોધવામાં સક્ષમ

પોલીસ મહા નિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ સૌરભ તોલંબિયા, પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, ના માર્ગદર્શન તેમજ મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાનીની સૂચનાના પગલે મુન્દ્રા તાલુકામાં પ્રોહીબીશનના કેસ શોધવા માટે કડક રાહે પગલાં લેવાની સૂચના મળતા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને અશોક કનાદને બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મુન્દ્રા આશાપુરા નગર -૨ના રહેણાકના મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જેમાં આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા વાધુભા જાડેજા મૂળ રહે જેશડા રાપરવાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી 71,400/-નો દારૂ સહિત મોબાઈલ 5000/- જેમાં 76,400/-નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવેલ. આ કામગીરી મુન્દ્રા પી.આઈ. એમ.બી. જાનીની રાહબરીથી પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ, ગફુરજી ઠાકોર સાથે રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 982584334

Related posts

કાંકરેજ અને દિયોદર તાલુકામાં નાના મોટા રોડ, રસ્તાઓનું રિપેરીંગ અને રીસરફેસીંગની કામગીરી હાથ ધરાઈ..

Kutch Kanoon And Crime

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 74’મી જન્મજયંતિ નિમિતે તેઓના પુત્ર એવા હાલના નગરપાલિકા પ્રમુખે સેવાકાર્યો કર્યા

Kutch Kanoon And Crime

કચ્છમાં ચકચારી હનીટ્રેપ ગોઠવીને ચાર કરોડની ખંડણી માંગી આહીર યુવાનો જીવ લેનાર ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ

Leave a comment