Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર  દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનમાં કચ્છ ટીમના સંયોજન હેઠળ 17’તારીખના અલગ અલગ રાજ્યોથી બેસ્ટ ટીચર્સ હાજર રહ્યા હતા અને રાત્રી શેશન દરમ્યાન પ્રતિષ્ઠાનના પ્રમુખ મનોજદાદાના નેતૃત્વ હેઠળ પરિચય ગોષ્ઠિ કરવામાં આવી હતી. શૈક્ષણિક અને સામાજિક કાર્યોનો ઇતિહાસ સાંભળીને એવું લાગ્યું જાણે બધા ડાયમંડ અત્રે પધાર્યા છે. 18’તારીખના સેશનમાં કોન્ફરન્સનું આયોજન હતું જેમાં રાણીસાહેબા આરતીકુમારી જાડેજા, કરછ યુનવર્સિટીના કુલપતિ ડૉ કાંતિ ગોર સાહેબ, સ્વામિ પ્રદીપ્તાનંદજી , એડવોકેટ પ્રવિણ ધોળકિયા, હરિદાસ શર્મા , મદન સર, ગુલાબચંદ પટેલ સાહેબે ખૂબ સરસ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી. આ પ્રોગ્રામમાં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા ,રાજસ્થાન વગેરે રાજ્યોથી પધારેલ શિક્ષકોએ પ્રશ્નોત્તરી કરી હતી જેમાં પધારેલ મહેમાનોએ ખુબ સરસ રીતે પ્રશ્નોત્તરીનો ઉત્તર આપ્યો હતો. ત્યારબાદ રાત્રિના સેશનમાં સૌ રાજ્યોના શિક્ષકોએ પોતાની ભાતીગળ કલા સંસ્કૃતિ મુજબ પોતાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ મદનભાઈ ઠક્કરના બાળગીતમાં ઉપસ્થિત સૌ ઝૂમી ઉઠ્યા હતા આ સાથે અંતમાં સૌ રાજ્યોના શિક્ષકોએ સંયુક્ત રીતે ગરબા રમીને છૂટા પડ્યા. 19’તારીખે એવોર્ડ સેરેમનીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં બાલ રક્ષક પદ્મભૂષણએવોર્ડ, બેસ્ટ ટીચર એવોર્ડ અને બેસ્ટ સમાજસેવીના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. એવોર્ડ સેરેમનીના પ્રોગ્રામમાં સ્પેશિયલ મહેમાન તરીકે પદ્મશ્રી નારાયણભાઈ જોશી સાહેબ, ડાયેટના પ્રચાર્ય શ્રી સંજયભાઈ ઠાકર સાહેબ, રાણીસાહેબા આરતીકુમારી જાડેજા, ફ્રાન્સથી નિવૃત્ત શિક્ષક ક્રિસ્ટોફર, અને સારા એદા હાજર રહેલ હતા. મહેમાનોના કરકમળ દ્વારા સૌ એવોર્ડી બાલક્ષક પ્રતિષ્ઠાનના પ્રમુખ મનોજ દાદા અને મંત્રી નરેશ દાદા તરફથી એવોર્ડ પામીને ખુશ થયા હતા. આમંત્રિત  મહેમાનોમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નારાણભાઇ મહેશ્વરી પધારેલ હતા તેમજ જે મહેમાનો સંજોગોવસાત આવી નહોતા શક્યા તેઓએ પોતાનો શુભ સંદેશ મોકલાવ્યો હતો. એવોર્ડી તમામ શિક્ષકોને કચ્છના યુકે સ્થિત દાતા સિરાજભાઈ અંદાની તરફથી કચ્છી કોટી અને કચ્છી બેગ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બાલ રક્ષક પ્રતિષ્ઠાનના પ્રમુખ મનોજ દાદા અને નરેશદાદાના નેતૃત્વ હેઠળ કોટડા પ્રાથમિક ગ્રુપ શાળાના આચાર્યા ચેતનાબેન ગોરએ કર્યું હતું. મમતાબેન પટેલ, ચેતનાબેન રાસ્તે, પ્રતિમાબેન સોનપાર, શિવાનીબેન ગોર, ક્રિષ્ના બુદ્ધભટ્ટી, હેમલતા લોચા, મોહિની ભરવાની, રાજેશભાઈ પટેલીયાએ વ્યવસ્થા સંભાળી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

Kutch Kanoon And Crime

તારાચંદભાઇ છેડાની કચ્છ પ્રત્યેની સાચી વેદનાથી અનેકને પેટમાં ચૂંક ઉપડી

મુન્દ્રાના વડાલા પાસે સામસામે બે કાર અથડાતા બે યુવાનોના મોત

Kutch Kanoon And Crime

Leave a comment