Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના હરીપર ગામે વૃદ્ધની હત્યા કરનાર આરોપીની ધરપકડ

અબડાસા તાલુકાના ગરડા વિસ્તારમાં આવેલ રામપર અબડા નજીકના હરીપર ગામે બે દિવસ અગાઉ મટનના જમણ બાબતે ડખો થયા બાદ છરીથી થયેલા હુમલામાં ઘાયલ થનાર વૃદ્ધનું અમદાવાદ ખાતે મોત થયા બાદ આ ઘટના હત્યામાં પરિણમ્યા પછી નલિયા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવવાની વિગતે એવા પ્રકારની છે કે અબડાસાના હરીપર ગામે જ્યાં મોટે ભાગે બ્રહ્મભટ્ટ અટક ધરાવતા બ્રાહ્મણોની વસ્તી છે તેવા આ ગામે બે દિવસ અગાઉ એક વાડી પર રાત્રે મટનનું ભોજન બનાવ્યું હોવાથી આરોપી ઈશ્વર વીરજી બ્રહ્મભટ્ટ અને દેવજી ભગવાનજી બ્રહ્મભટ્ટ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો અને આરોપી ઈશ્વરે પોતાની પાસે રહેલ છરી વડે દેવજી પર હુમલાનો પ્રયાસ કરતા તેને છોડાવવા વચ્ચે પડેલ 60 વર્ષીય સ્વરૂપારામ સુજારામ બ્રહ્મભટ્ટ પર ઈશ્વરે છરીથી હુમલો કરી દેતા સ્વરૂપારામ ગંભીર રીતે ઘાયલ થયા હતા આ હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જ્યારે ગંભીર રીતે ઘાયલ થનાર સ્વરૂપારામને પ્રથમ નલિયા અને ત્યાંથી ભુજ રીફર કરાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં ગઈ રાત્રે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ ઘટના હત્યામાં પરિણમ્ય બાદ આરોપીને શોધી કાઢવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક અને પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સૂચના અપાયા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રંબો અને બુટા વચ્ચે ડુંગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો હતો. નલિયા પોલીસે આરોપી ઈશ્વર વીરજી બ્રહ્મભટ્ટની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કોરોના વાયરસે ક્ચ્છમાં વધુ એક જીવ લીધો

Kutch Kanoon And Crime

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Kutch Kanoon And Crime

ફ્રિજ પર રાખેલો ફોન પડી જવાથી તૂટી જતાં પત્નીને જીવતી સળગાવી નાખનાર પતિને આજીવન કેદની સજા

Kutch Kanoon And Crime

Leave a comment