આજે સવારના ૪ વાગ્યાના આજુ બાજુમાં ભુજ-નલિયા રોડ પર જલાના પાસે તેરા નલિયા વચ્ચે એકસીડન્ટ નો બનાવ થયો હતો જેમાં બાઈક ઉભેલી ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક રિઝવાન સાલેમામદ તુરીયા ઊ.વ. 22ને વધુ વાગતા પ્રથમ સારવાર તેને નલિયા સી.એચ.સી. આપવામાં આવી હતી.
ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા ડોક્ટર દર્શનભાઈ દ્વારા ઇજાગ્રસ્તને ભુજ લઈ જવા કહેવામાં આવતા ઈજાગ્રસ્તને ભુજની જી.કે.જનરલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. સરકારના બિછાને રિઝવાન સાલેમામદ તુરીયા ઊ.વ. 22નું મોત નીપજ્યું હતું. તે હાલ આશાપર રહે છે અને તેની સાથે ઇજા પામનાર હફિજુલ કાસમ તુરીયા હાલ તેની સારવાર ચાલી રહી છે જેને માથાના ભાગે અને ડાબા હાથમાં ઇજા પહોંચી છે જ્યારે બાઈક નંબર GJ 12 CR 2897 અને ટ્રક નંબર GJ 12 AU 7461 સાથે અથડાયેલ હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું અને બીજાંની હાલ સારવાર ચાલી રહી છે.
પ્રકાશીત નીતેશ ગોર : 982584334