સમગ્ર દેશમાં કોરોના કાળે હાહાકાર મચાવી નાખ્યો છે પ્રથમ લહેર હવે બીજી લહેર અને આગામી દિવસોમાં તંત્રની આગાહી પ્રમાણે ત્રીજી લહેર પણ આવી રહી છે ત્યારે ગુજરાતને બાદ કરતાં લગભગ સમગ્ર ભારત દેશમાં દારૂની છૂટ છે. વાત કોરોના કાળની, તો એક વર્ષ અગાઉ કોરોના કાળ વખતે સમગ્ર ભારતદેશને સંપૂર્ણ લોકડાઉન કરી નાખવામાં આવ્યું હતું. ત્યારે તજજ્ઞોના દાવાઓ પ્રમાણે ધીમે ધીમે ક્યાંક દારૂની દુકાનો “વાઇન શોપ” ખોલવાની પરવાનગી મળી હતી. હવે આવા દાવા પ્રમાણે દારૂથી કોરોના સંક્રમણ શું ઓછું થાય છે..? ક્યાંય કોઈ એવા તજજ્ઞો નથી જે સચોટ દાવો કરી શકે બાકી તંત્રના નિયમ ગમે તેવા હોય કે ગમે તે કહે, તે સમગ્ર ભારતદેશની જનતા સ્વીકારી રહી છે લ, હા તંત્રની વાત કે નિયમ માનવું એ દરેક નાગરિકની ફરજ છે પણ વાતમાં કઈ દમ તો હોવો જોઈએ…! નિયમ તો પરફેક્ટ હોવા જોઈએ..! આડા અવડા નિયમો બનાવી જનતાના માથે ઠોકી દેવાય છે હવે વાત “બાટલા”ની તો અત્યારે ગુજરાતની વાત કરીએ તો તમને દારૂના “બાટલા” ગમે તે જગ્યાએ હોમ ડિલિવરી (ક્ચ્છના કોઈ પણ તાલુકા સુધી એ પણ ઝીરો ડિપોઝીટમાં) મળી જાય પણ ઓક્સીઝનના “બાટલા” માટે 5000 થી 25000 સુધી ડિપોઝીટ આપવી પડે છે..! કોરોના કાળમાં જનતા ઓક્સીઝન માટે તડપી રહી છે જે તંત્રને ધ્યાને જતું નથી ફક્ત દાવા અને આક્ષેપો જ કરાય છે મંત્રીશ્રીઓને પુછાય કે, વ્યક્તિ દીઠ જરૂરત પ્રમાણે કોને કેટલો ઓક્સીઝન જોઈસે તેની ખબર મંત્રીશ્રી કે પ્રજા પ્રતિનિધિઓને ખબર પણ નહીં હોય..! પણ દારૂ કેટલો જોઈયે અને ક્યાંથી તેવા નામચીન બુટલેગરોની ખબર હશે..! કોરોના કાળમાં પીસાતી જનતાની પડખે કોઈ ચૂંટાયેલ પ્રતિનીધી આવ્યા નથી. ક્યારે કોઈ દર્દી માટે ઓક્સીઝન માટેની વ્યવસ્થા માટે આગળ આવ્યું નથી. બીજી તરફ હાલ ક્ચ્છમાં જ્યાં જોઈયે ત્યાં કોઈ બાઇક પર તો કોઈ પ્રાઇવેટ વ્હીકલમાં ઓક્સીઝન “બાટલા” લઈને ચિંતિત ચહેરા સાથે ભાગ દોળ કરતું નજરે ચડે છે. પ્રભુ પાસે હવે એક જ પ્રાથના કે આવા કપરા કાળથી જલ્દી સમગ્ર વિશ્વને મુક્ત કરાવે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842335