Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ત્રણેક વર્ષ અગાઉ ખત્રી તળાવ પાસે ગઢવી યુવાનની હત્યાનો આરોપી આકાશ આર્ય હવે નિખિલ ડોંગાને નાસવામાં મદદગારીમાં ઝડપાયો

પાંચેક દિવસ અગાઉ રાજકોટ જેલનો ખૂંખાર અપરાધી નિખિલ ડોંગા જેને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર કરીને ભુજની પાલારા જેલ હવાલે કરાયો હતો. તે દરમ્યાન નિખિલને સારવારના બહાને અથવા તો કોઈ સેટિંગ કરીને ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા 26 તારીખની મધ્યરાત્રે નિખિલ ડોંગા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ આશરે પાંચેક એક દિવસ સુધી પોલીસથી બચતો રહેતો નિખિલ ડોંગા તેના સાગરીતો સાથે ગઈ કાલે ભુજથી આશરે 1600 કિલોમીટર દૂર આવેલા ઉત્તરાખંડના નૈનિતાલ ખાતેથી ઝડપાઇ ગયો હતો. તો તેને ઝડપવામાં પશ્ચિમ કચ્છ પોલીસની એલ.સી.બી.ની ટીમ તેમજ રાજકોટ પોલીસ અને એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારે તેને ઝડપીને ભૂજ લઈ આવવાની તજવીજ હાથ ધરાઇ હતી તે દરમિયાન નિખિલ ડોંગાને ભુજથી નાસવા માટે તેની મદદ કરનાર ભુજ તાલુકાના માધાપર ગામે રહેતો અને આજથી આશરે ત્રણેક વર્ષ અગાઉ ભુજ તાલુકાની હદમાં આવેલ ખત્રી તળાવ પાસે વ્યાજના પૈસા કઢાવવા એક ગઢવી યુવાનની સરાજાહેર બંદૂકના ભડાકે હત્યા પ્રકરણમાં પણ આકાશ આર્યનો નામ સામે આવ્યો હતો અને તેની સામે હત્યા સહિતની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરાયા બાદ હાલ તે જામીન પર બહાર હોય તેણે ફરી પાછો અપરાધની દુનિયામાં કદમ રાખવા રાજકોટના ગોંડલના ખૂંખાર અપરાધીને નાસવા માટેની મદદગારી પ્રકરણમાં તેનું નામ ખૂલતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભુજની જી. કે.નજરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ પ્રકરણમાં ભુજ શહેર બી/ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૪૬૦/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૨૨૧, ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૧૨૦(બી), પ્રિજન એકટ કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબના ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ (૧) ભરત જવેરભાઈ રામાણી, ઉવ..૩૨, રહે. ગામ-સાપર(વેરાવળ), એસ.આઈ.ડી.સી.રોડ, સ્વામીનારાયણ મંદીરની પાછળ, તા.કોટડા (સાંધાણી), જી.રાજકોટ જ્યારે બીજો આરોપી (ર) આકાશ વિનુભાઈ આર્ય, ઉ.વ.૩૩, રહે.માધાપર, હાલાઈનગર, બગીચાની સામે, નવાવાસ, તા.ભુજનાઓએ આરોપી નિખિલ દોંગાને નાસી જવામાં મદદગારી કરેલ હોઇ આ બંને આરોપીઓની આજે અટક કરવામાં આવેલ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

Kutch Kanoon And Crime

મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસેથી ૭.૬૯ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે અબડાસાના રાપર ગઢવાળીના શખ્સ સહિત ત્રણ ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, કહીને ભારતને સાવધાન રહેવાની વણમાંઘી સલાહ આપનાર મણિશંકર ઐયર માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા છે

Leave a comment