Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ રાવલવાડી પોસ્ટ કૌભાંડ મામલે મહિલા એજન્ટ સહિત બે આરોપી પોલીસ સમક્ષ પ્રગટ થયા

ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડને લઈને ગઈકાલે ધરપકડ કરાયેલા આરોપી દ્વારા પોલીસને ચકમો આપવાના પ્રયાસ પછી ગણતરીના કલાકમાં આરોપી ઝડપાઈ ગયા પછી આજે સંબંધિત આરોપી સચિન ઠક્કરની પત્ની એવી નાની બચત પોસ્ટ ખાતાની એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર અને તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્તર બિપીન રાઠોડ પોલીસ સમક્ષ હાજર થતાં બંનેની ધરપકડ કરી લેવાઇ છે. આજે આ કૌભાંડના સૂત્રધાર મનાતા નાની બચત એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કર એકા એક પોલીસ સમક્ષ પ્રગટ થતા તેમની ધરપકડ કરી લેવાઇ છે સાથે સાથે કથિત કૌભાંડ મામલે સસ્પેન્ડ થયેલા તત્કાલીન બ્રાન્ચ મેનેજર બીપીન રાઠોડની પણ ધરપકડ કરી લેવાઇ છે. ગઈ કાલે અગાઉ પકડાયેલા આરોપી સચીન ઠક્કરના રિમાન્ડ બપોરે પુરા થતા હતા તે પહેલા જ પોલીસ લોકઅપમાંથી પોલીસની નજર ચૂકવીને નાસી જવાની ઘટના બાદ ગણતરીના કલાકોમાં આરોપી પકડાઈ ગયા પછી તેને જેલ હવાલે કરાયાના બીજા દિવસે એટલે કે આજે આરોપી પતિની પત્ની પણ પોલીસ સમક્ષ હાજર થઇ જતા આ ઘટનાક્રમે રહસ્યના તાણા-વાણા સર્જ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકા સાડાઉ ગુંદાળા રોડ પર અકસ્માત એક શખ્સનું મૃત્યુ

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છમાં તેલ ચોરી કરતી ગેંગ પર અંજાર P.I. એમ.એન. રાણાનો સપાટો : ખેડોઇ નજીક હોટેલ માલિક સહિત 3 પકડાયા

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ શરુ કરાયુ

Leave a comment