Kutch Kanoon And Crime
GujaratAbdasaKutchSpecial Story

અબડાસામાં પોલીસ કર્મચારીઓ દ્વારા ડે નાઈટ ક્રિકેટ મેચ યોજાઇ

અબડાસા તાલુકાના કોઠારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક દીવસ માટે નલિયા સર્કલ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નલિયા પોલીસ સ્ટેશન, જખૌ પોલીસ સ્ટેશન, વાયોર પોલીસ સ્ટેશન, કોઠારા પોલીસ સ્ટેશન, નલિયા CPI કચેરી અને જખૌ મરીન પોલીસ સ્ટેશન આમ કુલ મળી પાંચ પોલીસ સ્ટેશનો મળીને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રાગટ્ય જખૌ મરીનનાં PI, શ્રી ડી.આર. ચૌધરી, ગોપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજાનાં વરદ હસ્તે દીપ પ્રાગટ કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલી મૂકવામાં આવી હતી. જેમાં પહેલી મેચ જખૌ પોલીસ સ્ટેશન અને વાયોર પોલીસ સ્ટેશનની યોજાઇ હતી જેમા વાયોરએ મેચ જીતી હતી ત્યાબાદ બાદ બીજી મેચ નલિયા પોલીસ સ્ટેશન અને કોઠારા પોલિસ સ્ટેશન વચ્ચે યોજાઇ હતી જેમા નલિયા પોલીસ સ્ટેશનનો વિજય થયો હતો ત્યારબાદ બાદ ફાઇનલમા નલિયા પોલીસ સ્ટેશન અને વાયોર પોલીસ સ્ટેશન વચ્ચે ફાઇનલ યોજાઇ મેચ હતી જેમા નલિયા પોલીસ સ્ટેશનનો વિજય થયો હતો. પ્રથમ રાઉન્ડ મેન ઓફ ધ મેચ યશવંત ચૌહાણ, દ્વિતીય રાઉન્ડ મેન ઓફ ધ મેચ ચેતનસિંહ વાઘેલા અને તૃતીય રાઉન્ડ મેન ઓફ ધી મેચ વિક્રમ ચૌધરી થયા હતા. ફાઇનલ મેચ નલિયા પોલીસ સ્ટેશન જીતી ગયું હતું. નલિયા PSI, આર.બી. ટાપરિયા, જખૌ PSI, જે.એ. ખાચર હાજર રહ્યાં હતા. નલિયા પોલિસ સ્ટેશનને ટ્રોફી નલિયા PSI, આર.બી. ટાપરિયા અને નલિયા CPI, નાં ASI, અનુરુધસિંહ જાડેજાનાં હાથે આપવામાં આવી હતી. નલિયા સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન CPI. શ્રી ડી.આર. ચૌધરીએ ASI, અનિરુદ્ધસિહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ફારુક હિંગોરા અને નલિયા PSI, આર.બી. ટાપરિયા, જખૌ PSI, જે.એ. ખાચર મળીને કરવામાં આવ્યું હતું. દર વર્ષે આવો ભવ્ય આયોજન થાયે ક્રિકેટ ચાહકોએ આશા વ્યક્ત કરી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ક્ષત્રિય યોદ્ધા એવા સ્વ. પૃથ્વીરાજસિંહ ઝાલાએ પોતાનો જીવ આપી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો : અંજારની ઘટના

Kutch Kanoon And Crime

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Kutch Kanoon And Crime

મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીનું મનદુઃખ : ભાજપના કાઉન્સિલર સહિત ચાર જણા ઘાયલ

Leave a comment