મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલ કસ્ટોડિયલ ડેથ મામલે આજે મૃતકની લાશ સ્વીકાર્યા પહેલા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા ગઢવી સમાજના આગેવાનોને અપાયેલ ખાત્રી પ્રમાણે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મુન્દ્રાથી ભુજ પહોંચતાની સાથે જ પોલીસને કલંકરૂપ ઘટના મામલે પગલાં લેવાની શરૂઆતના પ્રથમ ચરણમાં ગંભીર બેદરકારી દાખવનાર મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. પઢિયારની તાત્કાલિક અસરથી ભુજ જે.આઈ.સી. ખાતે બદલી કરીને તપાસનો હુકમ કરતા આગામી દિવસોમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનને લઈને ખૂબ મોટા પાયે ધડાકા-ભડાકા થવાની શક્યતા જોવાઇ રહી છે તો તેમના સ્થાને ભુજ જે.આઇ.સી. ખાતે ફરજ બજાવતા પી.આઈ જાનીને મુકવામાં આવ્યા છે આ સમગ્ર મામલાની તપાસ ભુજ વિભાગીય પોલીસ અધિક્ષક જે.એન. પંચાલને સોંપાઇ છે. આ મુદ્રાના ચકચારી પ્રકરણમાં પોલીસ અધિક્ષક દ્વારા લેવાયેલ પગલાને લઈને આગામી દિવસોમાં વધુ કેટલાક ખાખી ધારીઓ પર ગાઝ ઉતરે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334