Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPolitics

અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયાર બન્ને મુખ્ય પક્ષોની ઊંઘ ઉડાળશે..?

1-અબડાસા પેટા ચૂંટણીના પ્રચારને હવે કલાકો જ બાકી રહ્યા છે ત્યારે બંને પાર્ટીઓના પ્રચાર વચ્ચે ધમાકેદાર એન્ટ્રી મારનાર હનીફ બાવા પડેયારના રોડ શો પ્રચારને જોઈને બંને મુખ્ય પક્ષો ચિંતામાં પડી ગયા છે જોકે બંને મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે રાજ્ય તેમજ કેન્દ્રના મંત્રીઓને આમંત્રણ આપીને પોત પોતાની પાર્ટીના ઉમેદવાર સાથે કરેલા વિકાસ કામોના પ્રચારમાં લાગી ગયા છે તો બંને મુખ્ય પાર્ટીઓ પોતાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડો તેવું મતદારો સમક્ષ અપીલ કરી રહ્યા છે ત્યારે 1-અબડાસા પેટાચૂંટણીમાં અચાનક દિલ સુધી ચર્ચાના ચકડોળે ચઢી ગયેલા અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયાર અને તેઓના કાર્યકરોએ મુખ્ય પક્ષોને ચિંતામાં નાખી દીધા છે હવે જોવાનું એ રહ્યું કે સત્તાપક્ષ કે વિરોધ પક્ષ બંને મુખ્ય પક્ષો પોત પોતાના ઉમેદવારને જીતાડવા માટે લાખો-કરોડોના ખર્ચા અને સમય કેટલો ફાયદાકારક નીવડે છે. આ બન્ને મુખ્ય પક્ષો પોતાના કેન્દ્રીય લેવલ મંત્રીઓને આમંત્રણ આપી ઉમેદવારનું પ્રચાર કરી રહ્યા હતા. આજે નખત્રાણામાં 1-અબડાસા પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડેયારનો ડોર ટુ ડોર પ્રચાર અને રોડ શો પુરજોસમાં યોજાયો હતો. જેમાં નખત્રાણાના નવાનગરથી મુખ્ય બજાર વથાણ ચોક તેમજ હાઇવે ઉપર વિશાળ સમર્થકો સાથે રેલી સ્વરૂપે ડોર ટુ ડોર વેપારીઓ તથા આમ જનતાને મળી હનીફ જાકબ બાવા પડેયારે મતદારો સમક્ષ મત આપવા અપીલ કરી હતી. તો હનીફ બાવા પડેયારે વધુમાં જણાવ્યું હતું કે, ખોટા વચન વાયદા કરીને લોકોને ગુમરાહ કરનાર બંન્ને પક્ષથી કંટાળેલ પ્રજા હવે બેટને સમર્થન કરશે તેવું વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને જંગી લીડથી જીતસુ એવું વિશ્વાસ દાખવ્યો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના સુમરા ડેલી પાસેના વિસ્તારમાં શ્વાન લાડુ સમજી બટકું ભર્યુ અને થયું બ્લાસ્ટ…

Kutch Kanoon And Crime

માનવજ્યોત સંસ્થાના સથવારે દાતાઓના સહયોગથી ૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફૂડ પેકેટ પહોંચાડાયા

Kutch Kanoon And Crime

કચ્છમાં ઘુસણખોરીના આરોપીઓ અને દેશદ્રોહ કે જાસુસી જેવા અપરાધોમાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવાની લોકોમાં માંગ…

Kutch Kanoon And Crime

Leave a comment