Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજમાં પોલીસ દ્વારા સીલ થયેલ ટેન્કરમાંથી બેઝ ઓઈલની ચોરીનો પર્દાફાશ જેમાં ભાજપ આગેવાન સહીત પાંચ સામે ફરીયાદ

અબડાસામાં પેટા ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા પારદર્શક વહીવટના દાવા સાથે ગુંડાઓને રાજ છોડી જવા ચીમકી અપાઈ રહી છે તેવા સમયે ભુજ ખાતે ગઈકાલે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. પોલીસે જપ્ત કરેલા બેજ ઓઇલ ભરેલા ટેન્કરનું સીલ તોડીને તેમાંથી બેજ ઓઇલની ચોરી કરતા બે ને ભુજ બી/ડિવિઝન પોલીસે પકડી પાડયા બાદ બંને આરોપીઓની પૂછપરછમાં તેમના શેઠ એવા શ્રવણસિંહ વાઘેલા, વિરમ ભીમજી કેરાસીયા, અને દેવરાજ લખમણ કેરાસીયાના કહેવાથી તેઓ વેચાણ કરવા માટે આ બેજ ઓઇલ ચોરી કરતા હોવાની કબૂલાત કરતાં અને તેમાં શ્રવણસિંહ વાઘેલા ભાજપના નેતા હોવાનું બહાર આવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થઈ રહેલા પારદર્શક વહીવટના દાવાના ધજાગરા ઉડી ગયા છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે ૨૭’મી તારીખે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ માધાપર હાઇવે પર નળ વાળા સર્કલ પાસેથી બેજ ઓઇલ ભરેલા ટેન્કરને પકડી પાડયું હતું આ ટેન્કર જપ્ત કરાયા બાદ ટેન્કરના ચાલક દેવરાજ લખમણ કેરાસીયાની હાજરીમાં ટેન્કરને સીલ કરી મહારાજ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે રાખી દેવાયું હતું દરમિયાન ભુજ બી/ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે મારાજ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પડેલ ટેન્કરમાંથી બે ઈસમો ઓઇલ ચોરી રહ્યા છે આ બાતમીના પગલે ભુજ બી/ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા રમેશ કેરાસિયા અને રમેશ નારાયણ આહિરને પકડી પાડવામાં આવ્યા હતા આ બંને ઈસમોની પૂછપરછ કરાતા તેઓ શ્રવણસિંહ વાઘેલા ઉપરાંત તેની હાજરીમાં ટેન્કર સીલ કરાયું હતું તે દેવરાજ લખમણ કેરાસીયા અને વિરમ ભીમજી કેરાસીયાના કહેવાથી તેઓ વેચાણ આ ટેન્કર માંથી ઓઈલ ખાલી કરી રહ્યા હતા એવા મતલબની કબુલાત કરતા પોલીસે આ બંને ઈસમો સહિત શ્રવણસિંહ વાઘેલા, દેવરાજ લખમણ કેરાસીયા અને વિરમ ભીમજી કેરાસીયા સહિત પાંચ જણા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જેમની સામે ગુનો નોંધાયો છે તે પૈકી શ્રવણસિંહ વાઘેલા કચ્છ યુનિવર્સિટીના સદસ્ય ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અને હાલ ભાજપના નેતા ગણાય છે તો ગઈ કાલે જ કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ શ્રવણસિંહ વાઘેલાના ઘરની મુલાકાત લીધી હતી હવે જ્યારે શ્રવણસિંહ વાઘેલાનું નામ આ પ્રકારના બહાર આવ્યું છે ત્યારે અબડાસા પેટા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી દ્વારા થયેલા પારદર્શક વહીવટના દાવા સામે અનેક સવાલ ઉભા થયા છે કાલે વિપક્ષને સત્તાધારી પાર્ટીના પારદર્શક વહીવટ ના દાવા સામે ચેલેન્જ મુકવા એક તક મળી છે પોલીસે સીજ કરેલ ટેન્કરમાંથી બિન્દાસ ચોરી અને તેના માર્ગદર્શનમાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાની તથા કથિત સંડોવણી કચ્છમાં રાજકીય ખળભળાટ મચાવ્યો છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકાના બારોઇ પંચાયત દ્વારા બીજી વખત ગામના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

અબડાસામાં પોલીસ કર્મચારીઓ દ્વારા ડે નાઈટ ક્રિકેટ મેચ યોજાઇ

Kutch Kanoon And Crime

નરનારાયણ દેવ દ્વિશતાબ્દી અંતર્ગત ૨૨૦ અબજ મહામંત્ર લેખન કરાયું

Kutch Kanoon And Crime

Leave a comment