Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના જસાપર નજીક સાંઢાના શિકાર કરતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

અબડાસા તાલુકાના નલીયા નજીક આવેલ જસાપર ગામની સીમમાં એક મહિલા સહિત ત્રણ જણા જંગલ વિસ્તારમાં સાંઢાનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે કચ્છ વનવિભાગના ડી.સી.એફ. ડોક્ટર તુષાર પટેલે તાત્કાલિક તપાસનો હુકમ કરતા નલિયા ઉત્તર રેન્જના આર.અેફ. ઓ. ચાવડા તથા વનપાલ હિતેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ વાઘેલા, અશ્વિનસિંહ તથા વન રક્ષક પ્રતિપાલસિંહ જાડેજા વગેરે જસાપર સીમમાં ધસી જઇ નલિયાના રમેશ મીઠું કોલી, રવજી મામદ અને લક્ષ્મીબેન કરસન કોલીને પકડી પાડી તેમના કબ્જામાંથી 21 મૃત સાંઢા કબ્જે કર્યા હતા. આ ત્રણેય સામે વન્યજીવ સૃષ્ટિ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજારમાં લાખોનો દારૂ પકડાયો… દારૂની રેડ પહેલા આરોપી (Absent) કારણ…?

સતત A/C કારમાં ફરનારા મુન્દ્રા કસ્ટડીયલ ડેથના આરોપીઓ હવે જેલની હવા ખાસે

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

Kutch Kanoon And Crime

Leave a comment