Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchNakhatrana

નખત્રાણાના ઢોરો ગામના મદરેસામાં મેલી મુરાદ વાળા મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ

નખત્રાણાના ઢોરો ગામે આવેલા મદરેસામાં ઉર્દુ તેમજ તુર્ક ભાષાનું શિક્ષણ આપતા મૂળ વઝીરા વાંઢના સાત સંતાનોના પિતા એવા મૌલવીએ વર્ષ 2015 થી 2019 દરમિયાન આ મદરેસામાં ધાર્મિક અભ્યાસ માટે આવતી જે તે સમયે સગીરા એવી એક યુવતી પર ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની નરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે તો બીજી તરફ એક ધાર્મિક સંસ્થાન એવા મદ્રેસાના મૌલવી સામે દુષ્કર્મ જેવા ગંભીર આરોપ લાગ્યા છતાં આ મામલે કઠોરમાં કઠોર કાર્યવાહી થાય તેવી માંગ થવાના બદલે સમાજના કેટલાક આગેવાનોએ પણ મૌન સેવી લેતા આ પ્રકરણમાં રહસ્યના તાણાવાણા સર્જાયા છે. નરા પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે ઢોરો ગામે રહેતી અને હવે અઢાર વર્ષની ઉંમર વટાવી ચૂકેલી અને નિકાહ થઈ ગયા છે એવી સંબંધિત પરિણીતાએ પોલીસ મથકે ઢોરો ગામના મદ્રેસાના મૌલવી મૂળ વઝીરા વાંઢના સમસુદ્દીન હાજી સુલેમાન જત સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી 14 વર્ષની હતી ત્યારે વર્ષ 2015માં મદરેસામાં ધાર્મિક અભ્યાસ માટે જતી હતી અને મૌલવી સમસુદ્દીન હાજી સુલેમાન જત ઉર્દુ અને તુર્ક ભાષાનું શિક્ષણ આપતો હતો તે દરમિયાન એક દિવસ બપોરના ભાગે શિક્ષણ કાર્ય પૂરું થતાં મદ્રેસાના તમામ બાળકોને રજા આપી દેવાયા બાદ મૌલવીએ ભોગ બનનાર સગીરાને પોતાના મેલા કપડા ધોઈ આપવાનું કહી રોકી દીધા બાદ ભોગ બનનાર સગીરા મૌલવીના મેલા કપડા ધોવા બાથરૂમમાં જતાં મૌલવી બાથરૂમમાં આવી તેણીની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચાર્યા બાદ આ અંગે કોઇને પણ જાણ કરીશ તો બદનામ કરી દઈશ અને મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનારનું મોઢું સિવિ નાખ્યું હતું ત્યારબાદ ભોગ બનનાર સગીરાના મૌન બની જતા આ તકનો લાભ ઉઠાવી સાત સંતાનોનો પિતા એવો આ હવસખોર મૌલવી વર્ષ 2019 સુધી અવાર નવાર સંબંધિત સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો દરમિયાન આ હવસખોરથી તંગ આવેલી સગીરાએ મદરેસામાં જવાનું પણ બંધ કરી દેવું પડયું હતું. દરમ્યાન સંબંધિત સગીરા અઢાર વર્ષની ઉમર થતા તેણીના ગામના એક યુવક સાથે નિકાહ થઈ ગયા હતા અને તે પોતાના પતિ સાથે રહેવા લાગી હતી પરંતુ સંબંધિત યુવતીને મનમાં આ મૌલવીના પાપનો ડંખ સતત તેને ડંખી રહ્યો હતો કેમકે આ મૌલવી ધાર્મિક સંસ્થાનમાં કુકરમ કરતો હોવા છતાં કોઈને ખબર ન હોવાથી તે સમાજમાં સજ્જન બની ફરતો હતો આખરે કહેવાય છે કે પાપનો ઘડો જરૂર છલકાય છે અને સંબંધિત યુવતીએ આ હવસખોર મોલવીનો ચહેરો બેનકાબ કરવાનું મનોમન નક્કી કરીને પોતાના પતિને સઘળી હકીકત જણાવતા આખરે સંબંધિત યુવતીના પતિએ પણ આ મામલે પોતાની પત્નીની પડખે રહી આખરે હવસખોર મૌલાના સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી આવા નરાધમો સમાજની અન્ય કોઈ સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવે આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી છે અને આમ લોકો પણ આ પ્રકરણમાં કઠોરમાં કઠોર કાર્યવાહી થાય એમ કહી રહ્યા છે પરંતુ વારે ઘડીએ તોડી નાખું ફોડી નાખુના ફૂંફાડા મારીને મારીને આવેદનપત્રો આપવા નીકળી પડતાં કહેવાતા સજ્જનએ મૌન સેવી લેતા આશ્ચર્ય ફેલાયું છે.

નિતેશ ગોર : 9825842334

Related posts

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસ દ્વારા પકડાયેલા 24 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

લાઇટ એન્ડ સાઉન્ડ શો’ ભુજવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

અંજાર પોલીસ અપરાધિઓને પકડવા સાથે માનવતા પણ મહેકાવે છે અજાણી લાશની આજે અંતિમવિધિ કરાશે : P.I. રાણા

Leave a comment