Kutch Kanoon And Crime
Breaking NewsAnjarGujaratKutchSpecial Story

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસે કર્યું ઇન્સાનિયતનું કામ : નાના ભાડિયાના ગુમ થયેલા ત્રણે જણાને શોધી પરત શોપ્યા

બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદી ભુજ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડની સૂચના પ્રમાણે ગુમ થયેલ બાળકોને શોધવા પૂર્વ કચ્છના પોલીસ સ્ટાફને ખડા પગે રહેવાની સુચના અપાતા. નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શનથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી સાથે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અંજાર બસ સ્ટેશન પાસે ત્રણ નાની છોકરીઓ મળી આવેલ ત્યાર બાદ તેની પૂછપરછ કરતાં મેરુનિશા આમદભાઈ કાલેજા, ફરજાના આમદભાઈ કાલેજા રહે નાના ભાડિયા તાલુકો માંડવી અને હીનાબેન રાજેશભાઈ બારીયા રહે. પીપળીયા, તાલુકો. ગોધરા, જિલ્લો. પંચમહાલના હોવાનું માલુમ પડતાં સ્ટાફના માણસો તરત જ લેડીઝ પોલીસને બોલાવી વધુ પૂછપરછ કરતા આ ત્રણે જણા પોતાના ઘરેથી નીકળી આવેલ હોય આ ત્રણેના વાલીઓને જાણ કરી વાલીઓને તેમના સંતાનો પરત શોપી એક ઇન્સનીયતનું કામ કરવામાં આવેલ. આ કામગીરીમાં અંજાર એ.જી. સોલંકી સાથે સ્ટાફના માણસો હાજર રહ્યા હતા.

અહેવાલ : દિનેશ જોગી અંજાર દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પોલીસ પ્રશાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મામલે રાજ્ય સરકારની આંખ ખુલશે ખરી…?

Kutch Kanoon And Crime

ગઢસીસા ગામે નિવૃત્ત જીવન ગુજારતા 74 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને દાગીના લૂંટી જવાયાની આશંકા

૫૭૫ કરોડનું હેરોઈન ભારતમાં ઘૂસાડવાના ૩ કેસમાં ઐતિહાસિક ચુકાદો : ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત ૧૯ ડ્રગ્સ કેરિયર્સને ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ…

Leave a comment